બનાસકાંઠા જિલ્લાના વડગામ પંથકમાં અનરાધાર 9 ઇંચ વરસાદ ખાબકતાં આખોય પંથક જળબંબાકાર બન્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ ગયા છે.ખેરાલુ-વડગામ હાઈવે અને પીલુચા નજીક હાઈવે ઉપર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે નાના વાહનો માટે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.પાણી ઓસર્યા બાદ વાહનચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જેથી અવરજવર પુનઃસ્થાપિત કરી શકાય.નેશનલ હાઈવે ઉપર પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે.વડગામથી ખેરાલુ અને હિંમતનગરને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં અનેક લોકોને હાલાકી ભોગવવી પડી છે. આના કારણે રોજબરોજના વ્યવહારો પર પણ અસર પડી છે. વરસાદના કારણે સ્થાનિકોને ભારે અગવડ પડી રહી છે અને પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ એક ગંભીર સમસ્યા છે.
- July 27, 2025
0
310
Less than a minute
Tags:
You can share this post!
editor

