લાખણી તાલુકાના ચિત્રોડા ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ઉજવાયો

લાખણી તાલુકાના ચિત્રોડા ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ઉજવાયો

વૃક્ષારોપણ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કરાયું સન્માન:લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા

બનાસકાંઠાના લાખણી તાલુકાના ચિત્રોડા ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ, પ્રશસ્તિ પત્ર એનાયત તથા લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા. સાંસદ,ધારાસભ્યઓ,અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે વૃક્ષારોપણનું મહત્વ સમજાવી અને વધુમાં વધુ વૃક્ષો વાવવાની નેમ લેવડાવી હતી.

મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વિભાગની યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા. વિધાર્થીઓ તથા એન.સી.સી કેડેટ સાથે મળીને મહાનુભાવોએ સ્થાનિક જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પર્યાવરણનું જતન, પાણી સંવર્ધન, વૃક્ષ આચ્છાદન વધારવા અંગે વિવિધ આગેવાનો દ્વારા પ્રેરણાત્મક સંબોધન કરવામાં આવ્યું હતું. આગામી તબક્કે તારીખ ૬ થી ૧૫ સપ્ટેમ્બર સુધી જિલ્લાના ૧૪ તાલુકા તથા ૨૨૫ ગામોમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાનો વન મહોત્સવ ઉજવાશે. જેમાં ૨૯,૫૦૦ રોપાઓનું વાવેતર તથા ૫૯,૦૦૦ રોપાઓનું વિતરણ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *