જિલ્લાના ૧૪ તાલુકાઓમાં સિઝનનો કુલ ૭૪ ટકા વરસાદ નોંધાયો

જિલ્લાના ૧૪ તાલુકાઓમાં સિઝનનો કુલ ૭૪ ટકા વરસાદ નોંધાયો

પાલનપુર અને વડગામમાં ૧૦૦ ટકા ઉપરાંત વરસાદ; ગત વર્ષની સરખામણીએ જુલાઈ મહિનાના અંત સુધી બનાસકાંઠા જિલ્લામાં ૩૫ ટકા થી વધુ વરસાદ નોંધાયો છે અને હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ વરસાદ ના બાકી છે ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ૩૧ જુલાઈ દરમિયાન સરેરાશ માત્ર ૩૯ ટકા જેટલો જ વરસાદ વર્ષો હતો જેની સરખામણીએ ચાલુ વર્ષે જિલ્લાના પાલનપુર અને વડગામ જેવા વિસ્તારોમાં સો ટકા ઉપરાંત થવા પામ્યો છે.

જિલ્લા નું અર્થતંત્ર પાણી આધારિત છે જેથી ખેડૂતો ચોમાસા પર નિર્ભર રહી ખેતીનો વ્યવસાય જાળવી રાખ્યો છે. આ વર્ષે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત માં સારો વરસાદ વરસ્યો છે. પાછલા કેટલાક દિવસો દરમિયાન ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની સિસ્ટમો તબક્કાવાર એક સાથે સક્રીય થયા પછી અનેક વિસ્તારોમાં જળપ્રલય જેવી સ્થિતિ જોવા મળી હતી. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસુ સારુ રહ્યું પરંતુ સતત વરસાદ વરસી રહેતા આ વર્ષે વરસાદના કારણે અનેક તાલુકાઓમાં ખેડૂતો વાવણી પણ કરી શક્યા નથી.

બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદ છતાં જીવાદોરી સમાન જળાશયો માં નહીવત આવક

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખુબ સારો વરસાદ થયો છે જુલાઈ ના અંત માસ સુધી ૭૪ ટકા જેટલો વરસાદ નોંધાયો છે તેમ છતાં જીલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણીની નહીંવત્ આવક નોંધાઈ છે જેને લઈને ખેડૂત વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ૩ ઓગસ્ટ સુધી દાંતીવાડા ડેમમાં ૨૭.૫૪ ટકા પાણીની આવક થઈ છે જ્યારે સીપુ ડેમમાં માત્ર ૧૧.૯૨ ટકા પાણી આવ્યું છે ત્યારે જીલ્લાવાસીઓ બન્ને જળાશયો ભરાય અને બનાસ નદી વહેતી થાય તેવું ઇચ્છી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *