અમદાવાદમાં શરદી, ઉધરસ તાવ સહિત વાઇરલ ઇન્ફેકશનના 6,663 કેશ
અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના 117 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 10 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, મેલેરિયાના 195 શંકાસ્પદ કેસમાંથી 12ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના 117 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 10 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, મેલેરિયાના 195 શંકાસ્પદ કેસમાંથી 12ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
જ્યારે શરદી, ઉધરસ અને તાવ સહિત વાયરલ ઇન્ફેક્શનના 6,663 દર્દીઓ નોંધાયા છે. સોલા સિવિલમાં એક મહિનાના ગાળામાં વાયરલ ઈન્ફેક્શનના 13 હજારથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. એક મહિનામાં વાયરલ હેપેટાઇટિસના 38 કેસ નોંધાયા છે, જેમાં ગયા સપ્તાહે 5 નવા કેસ નોંધાયા છે. એક મહિનામાં ટાઈફોઈડના 17 દર્દીઓની સારવાર કરવામાં આવે છે, જ્યારે એક મહિનામાં H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂના 133 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 3 દર્દીઓ પોઝિટીવ મળી આવ્યા છે.
ડોક્ટરોનું કહેવું છે કે બેવડી સીઝનના લીધે શરીરમાં કફ અને પિત્તનું પ્રમાણ વધી જાય છે. તેની સાથે ખાનપાનના મોરચે નિષ્કાળજી તથા મિઠાઈઓ અને હોટેલોના ખાવાના મારાએ લોકોના શરીરની સ્થિતિ બગાડી છે. આના પગલે અમદાવાદમાં વાઇરલ ઇન્ફેકશનના કેસોનું પ્રમાણ પણ વધ્યુ છે. આ સિવાય હજી પણ અઠવાડિયા કરતાં વધુ સમય સુધી બેવડી સીઝન ચાલુ રહેવાની હોવાથી આ આંકડો સતત વધતો જાય તો પણ આશ્ચર્ય નહીં લાગે. આ આંકડો સરકારી હોસ્પિટલોનો છે. હવે જો બીજી ખાનગી હોસ્પિટલોને ઉમેરીએ તો આ આંકડો ખાસ્સો વધી જાય તેમ છે.