પાટણનો વિસ્તાર અને જનસંખ્યામાં વધારો થતાં 11 નવા સ્વચ્છતા વોર્ડ બનાવાયા

પાટણનો વિસ્તાર અને જનસંખ્યામાં વધારો થતાં 11 નવા સ્વચ્છતા વોર્ડ બનાવાયા

પાલિકા દ્વારા સ્વચ્છતા વોર્ડનું વિભાજન કરી દરેક વોર્ડમાં વોર્ડ ઇન્સ્પેક્ટરને ફરજ સોંપાઈ

પાટણ નગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા સુધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીના 6 સ્વચ્છતા વોર્ડને વિભાજિત કરીને હવે 11 નવા સ્વચ્છતા વોર્ડ બનાવવામાં આવ્યા છે. આ નિર્ણય પાલિકા ના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે લીધો છે.શહેરમાં વિસ્તાર અને જનસંખ્યામાં વધારો થતાં સ્વચ્છતા વોર્ડના વિભાજનની લાંબા સમયથી જરૂરિયાત હતી. પાટણ શહેરમાં ચૂંટણી વોર્ડની સંખ્યા 11 છે, જ્યારે સ્વચ્છતા વોર્ડ માત્ર 6 હતા.આ અસમાનતાને દૂર કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે સ્વચ્છતા શાખાની બેઠકમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય કર્યો હતો. નગરપાલિકાના દસ વોર્ડ ઇન્સ્પેક્ટરોને 11 વોર્ડમાં ફરજ બજાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ચીફ ઓફિસરે જારી કરેલા આદેશ મુજબ, વોર્ડ 1માં પાર્થ પટેલ, વોર્ડ 2માં જીગર પ્રજાપતિ, વોર્ડ 3માં આકાશ અમીન, વોર્ડ 4માં રવી રાણા, વોર્ડ 5માં મયુર સોલંકી, વોર્ડ 6માં કિરણ પરમાર, વોર્ડ 7 અને 10માં મુનાફ શેખ, વોર્ડ 8માં હિમાંશુ સોલંકી, વોર્ડ 9માં મહેશ સોલંકી અને વોર્ડ 11માં અનિલ સોલંકીને ફરજ સોંપવામાં આવી છે.આ વોર્ડ ઇન્સ્પેક્ટરોની દર ત્રણ માસે વોર્ડની ફેરબદલી કરવામાં આવશે, જેમાં તેઓ નેક્સ્ટ નંબરના વોર્ડમાં ફરજ બજાવશે. ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, પાટણ શહેરમાં કોઈપણ સ્થળે આમ પબ્લીક ગંદકી કરતા જણાશે તો તેમની સામે ગંદકી અંગેના કાયદા મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *