પાટણ સાંસદની હાજરીમાં યોજાયેલી દિશા મીટીંગ માં વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરાઈ

પાટણ સાંસદની હાજરીમાં યોજાયેલી દિશા મીટીંગ માં વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરાઈ

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પાટણ સાંસદ ભરતસિંહજી ડાભીનાં અધ્યક્ષસ્થાને દિશા મિટિંગ યોજાઈ હતી. દિશા મીટીંગમાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પાટણ સાંસદ ભરતસિંહજી ડાભીએ જિલ્લાના વિવિધ વિભાગો તેમજ પાટણ જિલ્લાની તમામ નગરપાલિકાઓની કામગીરીની સમિક્ષા કરી હતી.  બેઠકમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન કરીને સાંસદ સમક્ષ કામગીરીની માહિતી રજૂ કરવામાં આવી હતી.

બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમ કે, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તદઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ હસ્તકની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી તેમજ અન્ય વિભાગો આઈ.સી.ડી.એસ, માર્ગ અને મકાન (સ્ટેટ) ની કામગીરી, તેમજ ઈ-ગ્રામ યોજના અંતર્ગત થયેલ કામગીરી, સર્વ શિક્ષા અભિયાન, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ યોજનાઓ (કેન્દ્ર અને રાજ્ય સરકાર) અંતર્ગત થયેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *