રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૬.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૬૧ સામે ૮૧૩૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૩૨૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૪૦૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૦૩ સામે ૨૪૮૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૧૧૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
જીઓ-પોલિટિકલ ટેન્શન વચ્ચે છેલ્લા ત્રણ ટ્રેડીંગ સેશનથી ઘટાડો નોંધાવ્યા બાદ આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. તાજેતરમાં યુ.એસ. ફેડરલ રિઝર્વ ઓપન માર્કેટ કમિટીની બે દિવસીય મીટિંગમાં વ્યાજ દરમાં સ્થિરતા જાળવતાં, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે ભારતીય અર્થતંત્રની મજબૂત સ્થિતિ, નીચા મથાળે ખરીદીની અસર, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાની અસર તેમજ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા બજારમાં નોંધપાત્ર પ્રમાણમાં રોકાણને કારણે બજારમાં લિક્વિડિટી વધ્યા જેવા પરિબળોને કારણે શેરબજારમાં પોઝીટીવ માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને અમેરિકન ચલણમાં નબળાઈએ આજે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જોકે ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં વધારો થવાને કારણે સાવચેતી રાખવાથી વધારો મર્યાદિત રહ્યો હતો, જયારે
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, યુટીલીટીઝ, પાવર, ટેક, ફાઈનાન્શિયલ સર્વિસીસ, ઈન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્સ, બેન્કેક્સ અને કંઝ્યુમર ડિસ્ક્રીશનરી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૪ અને વધનારની સંખ્યા ૨૪૬૩ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મારુતિ સુઝુકી ૦.૦૨% ઘટ્યો હતા, જયારે ભારતી એરટેલ ૩.૨૭%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૯૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૩૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૧૬%, નેસ્લે ઇન્ડિયા ૧.૯૭%, એનટીપીસી લિ. ૧.૭૦%, ઝોમેટો લિ. ૧.૬૨%, એચડીએફસી બેન્ક ૧.૬૦%, એચસીએલ ટેકનોલોજી ૧.૫૧% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૪૪% વધ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ ફરી એકવાર તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં ફેરફાર કર્યો નથી. હવે આ દર ૪.૨૫%થી ૪.૫%ની વચ્ચે રહેશે. મીટિંગ પછી જારી કરાયેલા એક નિવેદનમાં, ફેડરલે કહ્યું હતું કે ફુગાવો હજુ પણ થોડો ઊંચો છે, બેરોજગારીનો દર હજુ પણ ઓછો છે અને શ્રમ બજારની સ્થિતિ મજબૂત છે. વૈશ્વિક સંઘર્ષો અને સ્થાનિક નીતિ પરિવર્તન વચ્ચે ફેડ સમયસર યોગ્ય પગલાં લઈ શકે તે માટે વ્યાજ દર સ્થિર રાખવો મહત્વપૂર્ણ છે. તેમણે ચેતવણી આપી હતી કે આગામી મહિનાઓમાં ચીજ વસ્તુઓના ભાવ વધી શકે છે કારણ કે ટેરિફની અસર ધીમે ધીમે સપ્લાય ચેઇન દ્વારા બજારમાં પહોંચશે.
આ ટેરિફની કિંમતનો અમુક ભાગ સામાન્ય ગ્રાહકો પર પણ પડશે. ઘણા રિટેલર્સ હાલમાં જૂનો સ્ટોક વેચી રહ્યા છે, પરંતુ ટૂંક સમયમાં નવો, ટેરિફ-અસરગ્રસ્ત સ્ટોક બજારમાં આવશે. ટેરિફની અસર સમગ્ર સપ્લાય ચેઇન પર ધીમે ધીમે પડી રહી છે, કારણ કે મહિનાઓ પહેલા ઘણી વસ્તુઓની આયાત કરવામાં આવી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બદલાતી ટેરિફ નીતિઓને કારણે વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ અનિશ્ચિત ત્યારે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in


