જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે સંમત નથી તો તેની સામે સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છીએ: ડોનાલ્ડ ટ્રમ્પ

જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે સંમત નથી તો તેની સામે સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છીએ: ડોનાલ્ડ ટ્રમ્પ


(જી.એન.એસ) તા. 10

વોશિંગ્ટન,

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન સામે આકરા શાબ્દિક પ્રહારો કરી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, જો ઈરાન અમેરિકાના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે સંમત નથી એટલા માટે અમે તેની સામે સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છીએ. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સામે કોઈપણ સૈન્ય કાર્યવાહીમાં ઇઝરાયલ મુખ્ય ભૂમિકા ભજવશે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનને પરમાણુ શસ્ત્રો રાખવાની મંજૂરી આપી શકાય નહીં અને જો તે વિકાસના પ્રયાસોને રોકવાનો ઇનકાર કરી રહ્યો છે તો સૈન્ય કાર્યવાહી માટે તૈયાર રહે.  ઓવલ ઓફિસમાં અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા બાદ ટ્રમ્પે પત્રકારો સમક્ષ આ ધમકી આપી હતી. 

વધુમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, મારી માગ એટલી જ છે કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો ન હોવા જોઇએ. જો તે સંમત ન થાય અને એની સામે અમારી સૈન્ય કાર્યવાહી કરવી પડે તો અમે તૈયાર છીએ. સ્વાભાવિક છે કે ઇઝરાયલ ઈરાન સામેની કાર્યવાહીની સ્થિતિમાં અમારું નેતૃત્વ કરશે. અમે જે ઈચ્છીશું એ કરીશું. 

થોડા દિવસો અગાઉ પણ ટ્રમ્પે એક આશ્ચર્યજનક જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાન શનિવારથી તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર સીધી વાતચીત શરૂ કરવાના છે. તેમણે ચેતવણી આપી હતી કે જો વાટાઘાટો નિષ્ફળ જશે તો ઈરાન ગંભીર ખતરામાં મુકાઈ જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *