ગુજરાતમાં મેઘો મહેરબાન; 87થી વધુ તાલુકામાં વરસ્યો વરસાદ, ખેડૂતોમાં ખુશીની લાગણી


ગુજરાતમા નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે અરબ સાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 4 દિવસ માટે વરસાદની આગાહી

(જી.એન.એસ) તા. 16

અમદાવાદ/ભાવનગર,

રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઘણા સમયથી ચોમાસુ નિષ્ક્રિય હતું તે ફરી સક્રિય થયુ છે. ગુજરાતમા નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે. અરબ સાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. જેમાં 4 કલાકમાં 58 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે.

જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ઘણાં જિલ્લાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો.

વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને લોકોને ગરમીથી રાહત મળી છે. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદી માહોલના કારણે ખેડૂતો ખુશ છે. અને તેઓ વાવેતર માટે તૈયારીઓ શરુ કરી રહ્યા છે. ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઇ છે.

હવામાન વિભાગ મુજબ આજે (17 જૂને) રાજ્યમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

તા. 18-19 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 12થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. જેમાં જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં ભાવનગરના પાલિતાણામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેમાં 8 થી 10 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદથી પાણી-પાણી થયુ છે. જેમાં બે કલાકમાં પાલિતાણા અને જેસરમાં વરસાદ વરસ્યો છે. તેમાં જેસરમાં પોણા 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહુવા, તળાજા, શિહોરમાં 2-2 ઇંચ વરસાદ સાથે અન્ય તાલુકામાં અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ આવ્યો છે. અમરેલીના લીલીયા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ત્યારે લીલીયાના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે. તથા લીલીયાની નાવલી નદીમાં બે કાંઠે વહેતી થઈ છે. કૂતાણા, પુંજાપાદર, ટીંબડી, હરીપરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તાર તેમજ લીલા સર્કલ ખાતે મેઈન હોલ ખોલી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. ભાવનગર શહેરમાં વરસાદે સર્જી તારાજી છે. પૂરની સ્થિતિ પેદા થઇ છે. ત્યારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાયા છે. આ ગટરના પાણી અને વરસાદી પાણી એકત્ર થતા રસ્તા પર નદી જેવું વહેણ જોવા મળી રહ્યુ છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદની પૂરની સ્થિતિ નિર્માણ થઇ છે. પાણી ભરાતા મનપાના કર્મચારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણી ભરાયેલા સ્થળો પર ડ્રેનેજ લાઇન ખોલવામાં આવી છે. અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. કાળીયાબીડ, લીલા સર્કલ ખાતે પાણી ભરાયેલા છે. અને વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઇ રહી છે. 

અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા, સાવરકુંડલા, બાબરા, ધારી, બગસરા અને ખાંભામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ફલકુ અને મેરામણ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 

અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને પગલે નાવલી નદી ઉપર આવેલો ચેકડેમ પાણીથી છલકાયો છે. ભારે વરસાદને પગલે નાવલી નદીમાં પૂરની સ્થિતિ છે. વીજપડી ગામે છેલ્લા 4 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સાવરકુંડલામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ચેકડેમો છલકાયા છે. ગાધકડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે.  



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *