અમદાવાદથી લંડન જઈ રહેલુ એર ઈન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન ક્રેશ; 125થી વધુના મોત

અમદાવાદથી લંડન જઈ રહેલુ એર ઈન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન ક્રેશ; 125થી વધુના મોત


મોટી સંખ્યામાં મુસાફરોના મૃત્યુની આશંકા વચ્ચે 11A નંબરની સીટ પરનો મુસાફર જીવિત

(જી.એન.એસ) તા. 12

અમદાવાદ,

એર ઈન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન મોટું એરક્રાફ્ટ છે. કહેવામાં આવે છે કે, આ વિમાન 11 વર્ષ જૂન છે. ગુરુવારે (12 જૂન)ની બપોરે 1:30 ટેકઑફ કર્યાની પહેલા રનવે પર હતું. સેટેલાઈટ આધારે જોવા મળે છે કે 1:38 વાગ્યે પ્લેન રનવેના છેલ્લા ભાગમાં હતું અને પ્લેન ટેકઑફ થઈ ચૂક્યું હતું. ટેકઑફ બાદ 625 ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યો હતું. જેમાં પ્લેનની ઊંડાન બાદ માત્ર 8 મિનિટ માટે જ સિગ્નલ એક્ટિવ રહ્યું હતું અને 1:40 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનની ઊભી ગતિ જોઈએ તો, પ્લેન 400 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે પડી રહ્યું હતું. આ સમય દરમિયાન પાયલટ પાસે કંઈ કરવા માટે એક મિનિટ પણ નહોતો. ઉડાનનાં માત્ર 10 મિનિટ બાદ જ વિમાન બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું. 

વિમાનમાં લગભગ 52 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સવાર હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ અકસ્માતમાં પાયલટને ફક્ત એક મિનિટનો સમય મળ્યો હતો. 

મહત્વનું છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.

વિમાન દુર્ઘટના પછી DGCA દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ મુજબ, 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદથી ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન B787 (AI-171) ટેકઓફ પછી તરત જ ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 2 પાયલોટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. આ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ચલાવી રહ્યા હતા, જ્યારે તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર હતા. સુમિત સભરવાલને 8200 કલાક ઉડાનનો અનુભવ હતો, જ્યારે ક્લાઇવને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો.

સૌથી મહત્ત્વની માહિતી જે આપવામાં આવી છે, એ છે કે આ વિમાને અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી બપોરે 1.39 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન ભરતાની સાથે જ તેણે નજીકના એટીસીને MAYDAY કોલ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ વિમાન દ્વારા એટીસીને કોઈ સિગ્નલ આપવામાં આવ્યું નહીં. ઉડાન ભર્યાની થોડીક જ સેકન્ડ પછી, વિમાન એરપોર્ટ પરિસરની બહાર પડી ગયું.

કોઈપણ ફ્લાઇટમાં, ‘Mayday Call’ એ એક ઇમરજન્સી મેસેજ છે જે પાઇલટ ત્યારે આપે છે જ્યારે વિમાન કોઈ ગંભીર મુશ્કેલીમાં હોય અને મુસાફરો અથવા ક્રૂના જીવ જોખમમાં હોય. જેમ કે વિમાનનું એન્જિન ફેલ થઈ જાય, વિમાનમાં આગ લાગી જાય, હવામાં અથડામણનો ભય હોય અથવા હાઇજેકિંગ જેવી પરિસ્થિતિ હોય. આ કોલ દ્વારા, કોઈપણ પાઇલટ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને નજીકના વિમાનોને ચેતવણી આપે છે કે વિમાનને તાત્કાલિક મદદની જરૂર છે. વિમાનના રેડિયો પર ત્રણ વખત કહેવામાં આવે છે – “Mayday, Mayday, Mayday” જેથી તે સ્પષ્ટ થાય કે આ મજાક નથી પણ વાસ્તવિક ઇમરજન્સી છે.

માહિતી અનુસાર, Mayday Call આપવામાં આવતાની સાથે જ, કંટ્રોલ રૂમ તે વિમાનને પ્રાથમિકતા આપે છે અને તેને મદદ કરવા માટે તમામ સંસાધનો લગાવી નાખે છે, જેમ કે ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી, રનવે ખાલી કરાવવો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ તૈયાર રાખવી. ‘Mayday’ શબ્દ ફ્રેન્ચ શબ્દ “m’aider” પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે મારી મદદ કરો. એ નોંધવું જરૂરી છે કે જો પરિસ્થિતિ ખૂબ ગંભીર ન હોય પણ ચિંતાનો વિષય હોય, તો પાઇલટ પેન-પેન કોલ કરે છે, જે ‘મેડે’ કરતા ઓછો ગંભીર માનવામાં આવે છે.

આ ફ્લાઇટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કાર્ગો મોટર્સના ગ્રૂપ ફાઉન્ડર પ્રમુખ નંદા, અને તેમનો પરિવાર પણ આ એર ઈન્ડિયા ફ્લાઈટમાં સવાર હતો.  તેમના પત્ની નેહા પ્રમુખ નંદા અને પુત્ર પ્રયાસ પ્રમુખ નંદા ફ્લાઈટમાં સવાર હતાં. આ સિવાય લુબીના ડિરેક્ટર સુભાષચંદ્ર અમીન પણ હતાં.

– અમદાવાદ સિવિલમાં 4 IAS અધિકારીઓને ઈમર્જન્સી ડ્યુટીમાં મૂક્યા

મુખ્યમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં અને તેમણે પીએમ રૂમની પણ મુલાકાત લીધી હતી. હવે સિવિલમાં ચાર IAS અધિકારીઓને ઈમર્જન્સી ડ્યુટીમાં મુકવામાં આવ્યાં છે.ચારેય અધિકારીઓએ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ હેઠળ કામ કરવાનું રહેશે. ઈજાગ્રસ્ત મુસાફરો માટે સિવિલમાં ખાસ પ્રકારે સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે ચાર IAS અધિકારીઓને સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી ડ્યુટીમાં મોકલી દીધા છે. આ ચાર અધિકારીઓમાં નીતિન સાંગવાન, હર્ષિત ગોસાવી, અરવીંદ વી અને પ્રશાંત જીલોવાનો સમાવેશ થાય છે.

આ વિમાન દુર્ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લઇ તેમના ખબર-અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ગણાવીને ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું છે કે, ‘આ વિમાન દુર્ઘટનામાં પોલીસ જવાનને 11A સીટ પર એક મુસાફર જીવિત મળ્યો છે.’ પ્રાથમિક જાણકારી અનુસાર જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.

જો કે, આ સિવાય મોટા ભાગના મુસાફરો મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. રહેણાક વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાતાં અમુક સ્થાનિકો પણ મૃત્યુ પામ્યા છે. હજુ સુધી ચોક્કસ મૃત્યુઆંક જાહેર કરાયો નથી. બીજી તરફ, કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડાયા છે. તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી બચવાની સંભાવના નહીવત છે. 

ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ધનંજય દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે આશરે 50 ઘાયલ લોકોને અમદાવાદની સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓને સારી સારવાર આપવામાં આવી રહી છે. તેઓ ગંભીર છે પરંતુ સ્થિર છે. બીજે મેડિકલ કૉલેજમાં ડીએનએ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેથી વિમાન પ્રવાસીઓના પરિવારો અને નજીકના સગા, માતા-પિતા અને બાળકોને વિનંતી કરવામાં આવી રહી છે કે કોઈપણ જાતની પૂછપરછ કરવી હોય તો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં બે હેલ્પલાઈન નંબર ચાલુ કરવામાં આવી રહી છે. 6357373831 અને 6357373841. પરિવારના સભ્યો કે મદદ માટે આ નંબરો પર સંપર્ક કરી શકો છો.

ગુજરાત સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

ખૂબ મહત્વનું છે કે, આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં એર ઇન્ડિયાનાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાનાં પરિવારને ટાટા ગ્રૂપ વળતર પેટે રૂ. 1 કરોડ આપશે એવી માહિતી સામે આવી છે. આ સાથે આ દુર્ઘટનામાં જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમનો તમામ તબીબી ખર્ચ ટાટા ગ્રૂપ ઉઠાવશે. આ સાથે બીજે મેડિકલ કોલેજનાં છાત્રાલય નિર્માણમાં પણ સહાયની જાહેરાત કરી છે. ટાટા સન્સનાં ચેરમેન એન. ચંદ્રશેખરન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

એર ઈન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન મોટું એરક્રાફ્ટ છે. કહેવામાં આવે છે કે, આ વિમાન 11 વર્ષ જૂન છે. ગુરુવારે (12 જૂન)ની બપોરે 1:30 ટેકઑફ કર્યાની પહેલા રનવે પર હતું. સેટેલાઈટ આધારે જોવા મળે છે કે 1:38 વાગ્યે પ્લેન રનવેના છેલ્લા ભાગમાં હતું અને પ્લેન ટેકઑફ થઈ ચૂક્યું હતું. ટેકઑફ બાદ 625 ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યો હતું. જેમાં પ્લેનની ઊંડાન બાદ માત્ર 8 મિનિટ માટે જ સિગ્નલ એક્ટિવ રહ્યું હતું અને 1:40 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનની ઊભી ગતિ જોઈએ તો, પ્લેન 400 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે પડી રહ્યું હતું. આ સમય દરમિયાન પાયલટ પાસે કંઈ કરવા માટે એક મિનિટ પણ નહોતો. 



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *