યુનુસનું નિવેદન : બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ માટે પૂર્વ પીએમ શેખ હસીનાને જવાબદાર ગણાવી

યુનુસનું નિવેદન : બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ માટે પૂર્વ પીએમ શેખ હસીનાને જવાબદાર ગણાવી

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા ચાલુ છે. આ દરમિયાન વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ માટે પૂર્વ પીએમ શેખ હસીનાને જવાબદાર ગણાવી છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ બાંગ્લાદેશમાં અરાજકતાની આગ ભડકાવનાર અને લઘુમતી હિન્દુઓ સામેની હિંસા પર મૌન સેવનાર વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ખૂબ જ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. પોતાની નિષ્ફળતા સ્વીકારવાને બદલે મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ માટે પૂર્વ પીએમને ભીંસમાં મૂક્યા છે. તેમણે કહ્યું કે શેખ હસીનાની સરકારે “બધું નષ્ટ કરી દીધું છે” તેમણે બંધારણીય અને ન્યાયિક સુધારણા લાગુ કર્યા પછી સામાન્ય ચૂંટણીઓ યોજવાની હાકલ કરી હતી.

બાંગ્લાદેશ સંગાબાદ સંગઠને એક જાપાની અખબારને આપેલા યુનુસના ઈન્ટરવ્યુને ટાંકીને આ માહિતી આપી હતી. આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “અમારે અર્થવ્યવસ્થા, શાસન, અમલદારશાહી અને ન્યાયતંત્રમાં (ચૂંટણી યોજતા પહેલા) વ્યાપક સુધારા કરવાની જરૂર છે.” યુનુસે ફરી એકવાર કહ્યું કે, બાંગ્લાદેશમાં ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલમાં હસીના સામેના કેસની સુનાવણી પૂરી થયા બાદ ભારતે તેનું પ્રત્યાર્પણ કરવું જોઈએ. યુનુસે કહ્યું, અમે અધિકૃત રીતે ભારતને ટ્રાયલ પૂરી થયા પછી ચુકાદો આવે તે પછી તેમને સોંપવા વિનંતી કરીશું.

subscriber

Related Articles