ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું:લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયો કોઈપણ તહેવારની ઉજવણી વખતે કોઈને જાનહાનિ કે ઇજા ના થાય એવા ઉજવણીની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનો હોય છે.ત્યારે ઉત્તરાયણ માટે ઘાતક ગણાતી ચાઈનીઝ દોરીથી ભિલોડામાં યુવકનું ગળું કપાયું હતું.
ભિલોડાના લીલછા ગામનો એક યુવક પોતાના કામકાજ અર્થે ભિલોડા તરફ બાઇક પર જઈ રહ્યો હતો. ત્યારે લીલછાથી દૂર જતાં બાઇકસવાર યુવકના ગળામાં એકાએક પતંગની દોરી આવી જતાં બાઇકસવાર યુવકનું ગળું કપાયું હતું અને લોહી લુહાણ હલાતમાં યુવક નીચે પટકાયો હતો. આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં યુવકના ગળામાં પાંચ ટાંકા આવ્યા હતા. જોકે આ યુવકનો જીવ હાલ બચી જાવા પામ્યો છે, પરંતુ હજુ પણ માર્કેટમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તેની આ ઘટના પ્રતીતિ કરાવી રહ્યું છે.