ડીસાના ભોયણ નજીક ગુરુવારે સવારના સુમારે પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતા ભોયણ ગામના 40 વર્ષીય દોલજીભાઈ રેવાજી ઠાકોરનું સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. જાણવા મળેલ માહિતી મુજબ મૃતક પરણિત હતો. જોકે મૃતક ના અકાળે મોતના પગલે ત્રણ બાળકોએ પિતાની છત્ર છાંયા ગુમાવી છે. આ અકસ્માતના બનાવના પગલે ભોયણ ગામે લોકોના ટોળા ટોળા મોટી સઁખ્યા માં ઉમટી પડયા હતા અને આ બાબતની પોલીસને જાણ કરતા પોલીસ પણ ધટના સ્થળ દોડી આવી હતી અને મૃતકની લાસને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

- March 21, 2025
0
66
Less than a minute
You can share this post!
editor