અકસ્માત ને પગલે ગામમા ફેલાઈ અરેરાટી; બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત જ્યારે બાઇક પાછળ બેઠેલ તેમની પત્ની ને ગંભીર રીતે ઈજાઓ થતાં હોસ્પિટલ મા સારવાર હેઠળ.
દાંતીવાડાના પાંથાવાડા ધાનેરા ટોલરોડ હાઈવે બન્યો ત્યારથી અનેક અકસ્માતની ઘટનાઓ બની રહી છે. અનેક લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે આવી જ એક ધટના સામે આવી છે. દાંતીવાડાના ઝાત ગામના યુવાન અને વ્યવસાયે બિયારણની દુકાન ધરાવતા વેપારી રમણભાઈ જીવાજી રાજગોર કે જેઓ બન્ને પતિ પત્ની ઘરકામ અર્થે ખિમ્મત તરફ઼ થી પરત ઘરે ફરતાં અલ્ટો કારે અડફેટે લેતા તેમને પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને વધુ સારવાર અર્થે પાલનપુર ખાનગી હૉસ્પિટલ મા ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલ તેમની પત્ની રમીલા બેન ને ગંભીર રીતે ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા. કમકમાટી ભર્યા અકસ્માતની ઘટના વાયુવેગે પ્રસરતા ગામમા અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે પરિવાર જનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા. અકસ્માતની જાણ થતાં પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.