બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઉપર તરફ દોટ લગાવી રહ્યો છે, જેના લીધે રોજબરોજ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. જ્યારે ગુરુવારે પણ ગરમીનું પ્રમાણ થયાવત રહેતા મહત્તમ તાપમાન ૪૧.૨ ડિગ્રી રહ્યું છે. થોડા દિવસ પહેલા ગરમી માં રાહત બાદ છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમીનો મિજાજ સતત ઉગ્ર બની રહ્યો છે. સવારથી જ ગરમીનો મિજાજ આકરો હોવાનો અહેસાસ જીલ્લાવાસીઓ કરી રહ્યા છે. જ્યાંરે બપોરના સમયે આકાશમાંથી અગનજવાળ વરસતા જીલ્લાવાસીઓ ને અસહ્ય તાપમાં શેકાવવુ પડી રહ્યું છે.
આવા સંજોગોમાં ગરમીથી બચવા બપોરના સમયે નાગરિકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ હીટવેવ સામે રક્ષણ મેળવવા બપોરે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા પણ તબીબોએ સલાહ આપી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૬ એપ્રિલના રોજ બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી ગરમીની મોસમ જમાવટ કરવા તરફ છે અને આકાશમાંથી અગનજ્વાળ વરસતા બનાસકાંઠા જિલ્લામાં હજુ કાતિલ ગરમી વેઠવા માટે તૈયાર રહેવું પડશે. આગામી દિવસોમાં હજુ ગરમી વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેમ પણ હવામાન નિષ્ણાતો પણ માની રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો ને ગરમીથી સાવચેત રહેવા અપીલ; ડીસા સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે. ગરમીનો પારો ૪૧ ડિગ્રીને વટાવી ચુક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધી ગરમી નું પ્રમાણ રહેવા ની શક્યતાઓ રહેલી છે આગામી ૬ થી યલો એલર્ટ આપ્યું છે જેના કારણે ગરમી વધવાની શક્યતા છે. ત્યારે લોકોને આવી ગરમીથી સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
આંગ આંકતી ગરમી વચ્ચે બપોરના સમયે ગરમ પવન ફૂંકાતા લુ ની અસર; દિવસે ને દિવસે વધતી જતી ગરમીને લગી બનાસકાંઠા જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં બપોરના સમયે લુ ફુંકાઇ રહી છે અને આકરી ગરમીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને રસ્તાઓ પણ સૂમસામ બની ગયા હતા.
રાજ્યના અનેક શહેરોમાં ૪૦ થી ૪૨ ડીગ્રીથી વધુ તાપમાન નોંધાયું; રાજ્યના હવામાન વિભાગ દ્વારા અનેક શહેરોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે ગુરુવાર ના રોજ રાજ્યના અનેક શહેરોમાં ૪૦ થી ૪૨ ડીગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. જેમાં રાજ્યના અનેક શહેરોમાં હીટવેવની અસર જોવા મળી રહી છે.