વિશ્વ યોગ દિવસની ઉજવણી મા અનેક યોગીઓ અને નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લીધો; તા. ૨૧ મી જૂન ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ના ઉપલક્ષ્યમાં પાટણ રાણ કી વાવ ખાતે અને સિધ્ધપુર ના બિંદુ સરોવર ખાતે વિશ્વ યોગ દિવસની સમૂહમાં ઉજવણી કરવામાં આવી હતી.આજના દિવસે સૌ કોઈએ યોગને પોતાના જીવનમાં સ્થાન આપવા માટે સંકલ્પ ગ્રહણ કયૉ હતા. વિશ્વ યોગ દિવસે આયોજિત સમૂહ યોગ કાર્યક્રમ મા ઉપસ્થિત સૌને યોગ ટ્રેનરો દ્વારા યોગ ના મહત્વને સમજાવી આજના વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી હોવાની જણાવી પાટણ શહેર અને સમગ્ર જિલ્લો પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી મા સહભાગી બન્યો હોવાનું જણાવ્યું હતું. પાટણની રાણકી વાવ અને સિદ્ધપુરનાં બિંદુ સરોવર ખાતે આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણી મા અનેક યોગીઓ અને નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લઇને વિવિધ પ્રકારના યોગ, પ્રાણાયામ અને આસનો કરી મેદસ્વિતા મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરી હતી.
- June 21, 2025
0
352
Less than a minute
You can share this post!
editor

