અકસ્માતમાં ઇકો કારમાં બેઠેલા પાંચ મુસાફરો ઇજાગ્રત બનતા સારવાર અર્થે ખસેડાયા
બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી; પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પરથી પુર ઝડપે અને ગફલત ભરી રીતે પસાર થતાં વાહન ચાલકોના કારણે અવાર – નવાર નાના – મોટા માર્ગ અકસ્માત ના બનાવો સર્જાતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે શુક્રવારના રોજ આવોજ એક અકસ્માત નો બનાવ પાટણના સરસ્વતી તાલુકાના વડુ હાઇવે માર્ગ ઉપર આવેલા પેટ્રોલ પંપ નજીક ટ્રેક્ટર અને ઇકો કાર વચ્ચે સજૉતા પ્રકાશમાં આવવા પામ્યો છે.
આ અકસ્માત ની મળતી હકીકત મુજબ સરસ્વતી તાલુકાના વડુ હાઇવે માર્ગ ઉપર આવેલા પેટ્રોલ પંપ પરથી ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવી પંપ ની બહાર નીકળતા ટ્રેક્ટર સાથે પાટણ તરફથી પુરઝડપે અને ગફલત ભરી પેસેન્જર ભરીને આવી રહેલા ઇકો કાર ના ચાલકે ધડાકા ભેર પોતાની ઈકો કાર ટ્રેક્ટર સાથે અથડાવતા ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા.
આ અકસ્માત માં ઇકો કાર મા સવાર પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો બનાવ ના પગલે ધટના સ્થળે દોડી આવેલ લોકો એ ઈકો કાર મા સવાર આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી વાહન મારફતે પાટણ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામેલા પાંચય લોકોને વધુ સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પાટણના સરસ્વતી તાલુકાના વડુ પેટ્રોલ પંપ નજીક સર્જાયેલા અકસ્માત ની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.