પાલનપુર ઈનર વ્હીલ ક્લબ દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં અને જાગૃતિ ફેલાવવા માટે “ઓરેન્જ ધ વર્લ્ડ” થીમ અંતર્ગત એક મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં બહેનો અને દીકરીઓ જોડાઈ હતી. પાલનપુર સ્થિત જ્યોર્જ ફિફ્થ ક્લબથી આ રેલી નીકળી હતી. રેલીમાં ઉપસ્થિત મહિલાઓએ એકતા સાથે વિરોધ પ્રદર્શિત કરી સમાજમાં વધતા મહિલા અત્યાચાર સામે સશક્ત સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઈ જોડાયા હતા. તેમણે મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, હિંસા મુક્ત સમાજ માટે દરેક બહેન-દીકરીએ પોતાની સુરક્ષા અંગે સજાગ રહેવાની અને અન્યાય સામે નિર્ભયપણે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.આ રેલીમાં ઈનર વ્હીલ ક્લબની બહેનો સાથે જી.ડી. મોદી કોલેજની વિદ્યાર્થીનીઓ અને ભારત વિકાસ પરિષદની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
- November 27, 2025
0
98
Less than a minute
You can share this post!
editor

