બાળક તસ્કરી કેસમાં જન્મ નો દાખલો કાઢી આપનાર રાધનપુર પાલિકા મા મહિલા કોગ્રેસ નો હંગામો

બાળક તસ્કરી કેસમાં જન્મ નો દાખલો કાઢી આપનાર રાધનપુર પાલિકા મા મહિલા કોગ્રેસ નો હંગામો

ડુપ્લિકેટ રૂ. ૨૦૦૦ ના દરની નોટો ઉછાળી યોગ્ય તપાસ ની માગ સાથે પ્રદર્શન કરાયુ

પાટણ પંથકમાં બાળક તસ્કરીનો મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે ત્યારે આ બાળક તસ્કરી મા સંડોવાયેલ અને બોગસ તબીબ તરીકે વર્ષોથી લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરનાર સુરેશ ઠાકોર દ્વારા બાળકના જન્મ નો દાખલો રાઘનપુર નગર પાલિકા માંથી માર્ચ 2024 આસપાસ કાઢ્યો હોવાના મામલે અને બાળ તસ્કરી મુદ્દે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે પાલિકા મા હંગામો મચાવ્યો હતો.

રાઘનપુર નગર પાલિકામાં મહિલા કોંગ્રેસ દ્વારા કરાયેલ વિરોઘ પ્રદશૅન સાથે ના ગંગામાને લીધે સનસનાટી મચી જવા પામી હતી. મહિલા કોગ્રેસ દ્રારા રાધનપુર પાલિકામાં જન્મ મરણ અધીકારી ની ચેમ્બર મા નકલી 2000 ની નોટો ઉંછાળી વિરોધ પ્રદર્શન સાથે વિવિધ પોસ્ટરો રાખી  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને મહિલા કોગ્રેસ દ્રારા આ મામલે યોગ્ય અને કડક કાર્યવાહી હાથ ધરાઈ તેવી માગ કરી હતી.

subscriber

Related Articles