પાલનપુરમાં મહિલાઓની બે કિલોમીટરની તિરંગા યાત્રા નીકળી
ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનાર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘના શૌર્યને બિરદાવ્યું; પાલનપુરમાં પાતાળેશ્વર મહાદેવ મંદિરથી મહિલાઓએ હાથમાં તિરંગો લઈને બે કિલોમીટર લાંબી તિરંગા રેલી કાઢી હતી. મહિલાઓએ ભારતીય સેનાના શૌર્ય સહિત ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનાર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘના શૌર્યને બિરદાવ્યું હતું. રાષ્ટ્રીય ગૌરવ અને સેનાના બલિદાન માટે મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રેલી દરમિયાન દેશભક્તિના નારા લગાવાયા હતા.
ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા પાલનપુરમાં મહિલાઓએ સાંજે 5 કલાકે વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી. અને હાથમાં તિરંગો લઈને તિરંગાયાત્રા કાઢી હતી. આ યાત્રા પાતાળેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ. કીર્તિસ્તંભ, અંબે માતાનું મંદિર, અમીર રોડ, સંજય ચોક, સીટીલાઈટ થઈ ગુરુનાનક ચોક થઈ ત્યાંથી તાલુકા પંચાયત માર્ગે ફરી મંદિર પરત આવી હતી. યાત્રા બે કિલોમીટર લાંબી રહી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાના નિર્ણયોને બિરદાવ્યા હતા. કાર્યક્રમનો ઉદ્દેશ સેનાનું મનોબળ વધારવાનો હતો. યાત્રા શરૂ કરતા પહેલા મહિલાઓએ ઓપરેશન સિંદૂર માટે વડાપ્રધાન અને સેનાને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનાર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘના શૌર્યને બિરદાવ્યું હતું
મહિલાઓએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારા સહિત દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા હતા. ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનાર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘના શૌર્યને બિરદાવ્યું હતું. ઓપરેશન સિંદૂર પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો જવાબ હતો. જેમાં 26 હિન્દુ પ્રવાસીઓની હત્યા થઈ હતી. 7 મેની મોડી રાત્રે ભારતીય સેનાએ હવાઈ હુમલો કર્યો હતો. 9 આતંકી અડ્ડાઓનો નાશ કર્યો હતો. જેમાં લગભગ 100 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

