એક કરોડ થી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી
સરકારી નદીમાંથી બેફામ ગેરકાયદેસર લાખોની રેતી ઉઠાવી રહ્યા છે ખનિજ માફિયા; દાંતીવાડા ના ઝાત ગામને અડીને પસાર થતી સીપુ નદીમાંથી ગેરકાયદેસર રેતીની લૂંટ મચી છે. અનેકવાર અહીંથી રેતીચોરી પકડાઇ, ફરિયાદો થઈ છતાં ખનીજ માફિયા બેકાબૂ જ છે. ત્યારે અત્યાર સુધીની સૌથી મોટી ચોંકાવનારી વિગતો સામે આવી છે. દૈનિક હજારો મેટ્રિક ટન રેતી ચોરી લૂંટ કરી ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે ખનન અને ગેરકાયદેસર કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો હતો. અને બિનઅધિકૃત રીતે ખનિજ રેતી વહન કરતાં ચાર ડમ્પરો ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહીતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ઝાત પાસે આવેલ ગામ પાસે એક મોટો પુલ આવેલો છે. આ પુલની નીચેથી સરકારી સીપુ નદી પસાર થાય છે. ત્યારે આ નદી પટમાં ખૂબ પ્રમાણમાં રેતી ખનીજ સંપત્તિ પડી છે. આ રેતી ખનીજની લૂંટ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હોવાથી સરકારનુ હિત ઈચ્છતા સૌ કોઈ ચિંતામાં છે. અહીંથી અગાઉ ઘણીવાર ગેરકાયદેસર રેતી ચોરી પકડાઇ પરંતુ પછી તરત માણસો બદલાઇ જાય છે. નવા માણસો જૂના ખનન માફિયા મારફતે ફરીથી રેતી ચોરી ચાલુ કરી દે છે, ત્યારે હાલમાં પણ ચાલતું ખનન ઘણા ઘટસ્ફોટ કરે છે. રોજના અનેક ડમ્પરો અહીંથી વહેલી સવારે અને મોડી સાંજે ખનન કરે છે. ખનીજ માફિયાઓ કોઈ ના ડર વગર કોથળા ભરાય તેવી બેનામી આવક મેળવી રહ્યા છે. ઝાત ગામ વચ્ચેથી દૈનિક પસાર થતા રેતી ભરેલાં ડમ્પરો બેફામ દોડતાં ભારે અકસ્માત થવાની ગામલોકો ને ભીતી સેવાઈ રહી છે. બેફામ દોડતાં ડમ્પરો થી રહેણાંક વિસ્તારના ઘરો ધૂળ થી ભરાઈ જતાં માથાના દુઃખાવા સમાન બની ગયો છે.