પાટણ જીલ્લામાં પોલીસ મુખ્ય મથક પાટણ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિન કાર્યક્રમમાં વી.કે.નાયીપોલીસ અધિક્ષક પાટણ તથા મહેન્દ્રસિંહ બી.સોલંકી, ના.પો.અધિક્ષક, મુખ્ય મથક પાટણ, આર.જી.ઉનાગર, પો.ઇન્સ. એલ.સી.બી. પાટણ તથા એન.ડી.પટેલ, રીઝર્વ પો.ઇન્સ., મુખ્ય મથક, તથા એસ.એન.ચૌધરી, પો.સ.ઈ., જીલ્લા ટ્રાફિક તથા મહિલા પોલીસ અધિકારી તેમજ મહિલા કર્મચારીઓ હાજર રહ્યા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું કે આજનો દિવસ મહિલાઓના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રે યોગદાનને યાદ કરવાનો અને તેને સન્માનિત કરવાનો છે. “નારી તું નારાયણી છે, જગમાં તું કલ્યાણી છે, શક્તિનું તું રૂપ છે, વિરાટ તારી સહનશીલતા છે.”નારી સશક્તિકરણ એ દુષણોને નાબુદ કરવાનો સૌથી અસરકારક માર્ગ છે તેમ જણાવી તેઓએ તમામ મહિલા પોલીસ કમૅચારીઓને પુષ્પ આપી મિઠાઇનું વિતરણ કયુઁ હતું.

- March 9, 2025
0
55
Less than a minute
You can share this post!
editor