પાલડીમાં છેલ્લા ચાર મહિનાથી પાણીની પાઇપલાઇન તૂટી ગયેલી હાલતમાં

પાલડીમાં છેલ્લા ચાર મહિનાથી પાણીની પાઇપલાઇન તૂટી ગયેલી હાલતમાં

ઘરનાલથી પાલડી રામવાસ જતી પીવાની પાઇપ લાઇન તૂટી જતાં ખેડૂત છેલ્લા ચાર મહિનાથી ખેતી કરી શકતો નથી. મોટી ઘરનાલ ખાતે નર્મદાના પાણીના પીવાનું મોટું ટાંકો બનાવવામાં આવ્યો છે. જે રિફાઈન કરી  આજુબાજુના ગામડામાં પાણી સપ્લાય કરી પીવા માટે ઉપયોગમાં લઈ શકાશે. ત્યારે મોટી ઘરનાલથી નીકળતી પાઇપલાઇનમાં મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોય તેવું દેખાઈ રહ્યું છે. ઘણા ગામડામાં પાઇપલાઇન તૂટી જવાના બનાવો બની રહ્યા છે.

ત્યારે ઘરનાલથી રામવાસ પાલડી બાજુ જતી પાઇપલાઇનમાથી પાલડી ના ખેડૂત અમરતભાઈ વેરશીભાઈ દેસાઈના ખેતરમાં છેલ્લા ચાર મહિનાથી પાઇપલાઇન તૂટી હોવાથી ઉપર ઘણા લોકોને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તે પાઇપલાઇન છેલ્લા ચાર મહિનાથી કોઈ પણ ત્યાં ફરક્યો નહીં અને ખેડૂત છેલ્લા ચાર મહિનાથી ખેતી કરી શકતો નથી. તેમજ પાણીનો ખોટો બગાડ થઈ રહ્યો છે ત્યારે લાગતું વળગતા તંત્રને ધ્યાન દોરી પાઇપલાઇન તૂટી ગયેલી વ્યવસ્થિત રીતે સાધી આપવામાં આવે તેવું ખેડૂત દ્વારા માંગ કરાય છે તેમજ તંત્ર દ્વારા પણ પાઇપલાઇનમાં મોટો ભ્રષ્ટાચાર થયો નથી તેની પણ તકેદારી રાખવી જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *