વરસાદના વિરામ વચ્ચે દાંતીવાડા ડેમ છલકાવા પર પ્રજાજનોની મીટ મંડાઇ
બનાસ નદીમાં પાણી વહેતું થાય તો ભુગર્ભ જળને મોટો ફાયદો થઇ શકશે
ખેડૂતોને શિયાળા દરમિયાન કેનાલ દ્વારા પુરતાં પ્રમાણમાં પાણી મળી રહેશે
બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની ઉપરવાસમાંથી સતત આવક ચાલુ છે જેના કારણે દાંતીવાડા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ૧૦/૯/૨૫ બુધવાર ના સાંજે ૬ લાકે ૫૨૦૯ પાણીની આવક સાથે જળ સપાટી ૫૯૮.૬૦ પર પહોંચવા પામી છે ૮૫ ટકા ડેમ ભરાઇ જતા તંત્ર પણ એલર્ટ મોડ પર છે. પરંતુ વરસાદે વિરામ લેતા હવે ક્યારેય છલકાય છે તેના પર બનાસવાસીઓની મીટ મંડાઇ છે.
દાંતીવાડા ડેમના ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં ખુબ સારી આવક નોંધાઈ હતી જેના કારણે દાંતીવાડા ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક હતા ડેમની જળ સપાટીમાં દિન પ્રતિદિન વધારો થતાં ૫૯૮ ફુટ ઉપર થવા પામી અને ૮૫ ટકા જેટલો ડેમ ભરાઈ જવા પામ્યો છે. જેના કારણે જિલ્લા વાસીઓને પણ હવે ડેમ છલોછલ ભરાઈ જવાની આશા બંધાઈ છે અત્યારે પણ ઉપરવાસમાંથી ૫ હજાર કયુસેક પાણી આવક ચાલુ છે ત્યારે વરસાદના એક વધુ રાઉન્ડ આવે તો આ વર્ષે બનાસ નદીમાં જરૂર પાણી વહેતું થાય તેવુ ખેડૂતો પણ ઇચ્છી રહ્યા છે
બનાસ નદીમાં પાણી વહેતું થાય તો ભુગર્ભ જળમાં મોટો ફાયદો થઈ શકે છે
આ અંગે કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે, બનાસ નદીમાં દાંતીવાડા ડેમમાંથી જો પાણી છોડવામાં આવે તો ભૂગર્ભ જળને મોટો ફાયદો થઈ શકે છે ત્યારે દિન પ્રતિ દિન ભુગર્ભ જળમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે બનાસ નદી વહેતી થાય તેના પર ખેડૂતો નજર રાખી બેઠા છે

