પાલનપુરની વૃંદાવન સોસાયટીમાં બ્લોકની કામગીરીમાં ધુપલ્લબાજી ની રાવ

પાલનપુરની વૃંદાવન સોસાયટીમાં બ્લોકની કામગીરીમાં ધુપલ્લબાજી ની રાવ

કોન્ટ્રાકટર દ્વારા ગુણવત્તાહીન અને આડેધડ પેવર બ્લોક નંખાતા રોષ: રહીશો દ્વારા આંદોલનની ચીમકી, ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં શાસકોની અમી દ્રષ્ટિ તળે બેફામ બનેલા કોન્ટ્રાક્ટરો દ્વારા વિકાસ કામોમાં ચલાવાતી ધુપ્પલબાજીને લઈને નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેની પ્રતીતિ કરાવતા બનાવમાં વોર્ડ નં.9 માં એસ.ટી. વર્કશોપની બાજુમાં આવેલ બેચરપુરા, વૃંદાવન સોસાયટીમાં કોન્ટ્રાકટર દ્વારા આડેધડ રીતે કરાતી પેવર બ્લોકની કામગીરીથી સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

આ ગેરરીતિયુક્ત અને ગુણવત્તાહીન કામગીરી મામલે સોસાયટીના રહીશો નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રૂબરૂ રજૂઅત કરવા જતા ચીફ ઓફિસરે ઉડાઉ જવાબ આપી હાલ એન્જિનીયર રજા ઉપર હોવાનું જણાવી રજૂઆતનો છેદ ઉડાવી દીધો હોવાના આક્ષેપો કરી રહેલા સ્થાનિકો માં ભારે રોષ ફેલાયો હતો અને વારંવારની રજૂઆતો છતાં નગર પાલિકાના સત્તાધીશો દ્વારા કોન્ટ્રાકટર સામે કોઈ જ પગલા નહી ભરાતા આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

પાલનપુરના વોર્ડ નં.૯માં બેચરપુરા, વૃંદાવન સોસાયટીમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટર મારફત બ્લોક પેવરની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ કોન્ટ્રાકટરની ગુણવત્તાહીન કામગીરી થી લોકોની સુવિધાને બદલે સમસ્યાઓમાં વધારો થયો છે. કોન્ટ્રાકટર દ્વારા આડેધડ રીતે પેવર બ્લોક નાખવામાં આવતા રોડનો ભાગ ઉંચો થયો છે. જયારે મકાનો નીચે જતાં ખાડામાં ધસી ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા છે. લેવલ વગરની આ કામગીરીને કારણે ઘરની પરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે તો ચોમાર ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ઘરમાં ભરાઈ રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોન્ટ્રાકટરની બેજવાબદારીભરી આડેઘડ કામગીરી સામે સ્થાનિક રહીશો પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર, કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ લેખીત રજુઆત કરવા છતાં કોઇજ પગલા નહીં ભરાતા અને પરીણામ શૂન્ય આવતા સમસ્યાગ્રસ્ત રહીશો દ્વારા નાછુટકે કંટાળીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *