યુપી સહિત 4 રાજ્યોની 15 વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક પર આજે મતદાન

યુપી સહિત 4 રાજ્યોની 15 વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક પર આજે મતદાન

4 રાજ્યોની 15 વિધાનસભા સીટ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ માટે પેટાચૂંટણી છે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જેમાં યુપીની 9 બેઠકો, પંજાબની 4 બેઠકો, કેરળની એક બેઠક, ઉત્તરાખંડની એક બેઠક અને મહારાષ્ટ્ર લોકસભાની એક બેઠકનો સમાવેશ થાય છે.

આ 15માંથી 13 બેઠકો ધારાસભ્યોના સાંસદ બનવાને કારણે ખાલી પડી હતી. એક નેતાના અવસાન અને એક નેતા જેલમાં જવાના કારણે એક બેઠક ખાલી પડી હતી. આ 15 બેઠકોમાંથી ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) પાસે 4-4 અને AAP, રાષ્ટ્રીય લોકદળ (RLD) અને નિષાદ પાર્ટીને 1-1 બેઠક મળી હતી.

પહેલા 3 રાજ્યોની 14 સીટો પર 13 નવેમ્બરે મતદાન થવાનું હતું, પરંતુ તહેવારોને કારણે ચૂંટણી પંચે તારીખ બદલી નાખી હતી. તેથી આ પેટાચૂંટણીઓ આજે એટલે કે 20મી નવેમ્બરે યોજાઈ રહી છે.

subscriber

Related Articles