હિન્દુ સનાતન પ્રેમીઓને ગેર હિન્દુઓ પાસેથી કોઈપણ પ્રકારની ચીજ વસ્તુ ન ખરીદવા અપીલ કરાય; જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 26 હિન્દુ નાગરિકોની આતંકવાદીઓ દ્રારા તેમનો ધર્મ પુછીને ગોળી મારી કરાયેલ નિમૅમ હત્યાના પડધા સમગ્ર ભારત દેશમાં ગુંજ્યા છે. અને ઠેર ઠેર આતંકવાદીઓનાં વિરોધમાં ધારણા પ્રદર્શન અને પૂતળા દહનના કાર્યક્રમો યોજી લોકો મુર્તાત્માની આત્માની શાંતિ અર્થે શ્રદ્ધા સુમન સમર્પિત કરી રહ્યા છે.
શુક્રવારની સાંજે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સાથે દુર્ગાવાહિની માતૃશક્તિ ના કાર્યકર્તાઓ દ્વારા આતંકવાદીઓ તેમજ પાકિસ્તાનના વિરોધમાં સૂત્રોચાર સાથે રેલી યોજી હિન્દુ સનાતન પ્રેમીઓને તેમની સોસાયટીમાઆવતા બધાજ (ગેરહિન્દુ) જેમકે શાકભાજી વાળા, ભંગાર વાળા,કપડા વાળા,ઘરકામ વાળ, સાવરણી કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ વેચવા વાળા પાસેથી કોઈ પણ વસ્તુની ખરીદીના કરીએ તેવી અપીલ કરી આતંકવાદીઓના પૂતળાનું જાહેરમાં દહન કરી પોતાનો રોષ વ્યક્ત કરી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતાત્માઓની શાંતિ અર્થે શ્રદ્ધા સુમન સમર્પિત કરી પ્રાર્થના વ્યક્ત કરી હતી.

