ખખડધજ રોડ રીપેર અને રેતી ના ડમ્પર બંધ કરવાની માંગ કરી
ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીમાં રાણપુર અને ભડથ ગામની અંદર સરકાર દ્વારા મંજુર થયેલ લીઝો આવેલી છે. જે લીઝોમાંથી રેતી ભરીને ડમ્પર અને ટ્રેલર દ્વારા ડીસા અને દાંતીવાડા તરફ માર્ગ પર વહન થાય છે. જે વાહનોના કારણે રોડ બિસ્મારમાં હાલતમાં થઈ ગયેલ જેથી વાસડા ગામના ગ્રામજનો દ્વારા ડીસાના ધારાસભ્ય અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપી આ રસ્તાનું સમારકામ કરાવવા તેમજ રસ્તા પર ચાલતા ડમ્પર અને ટ્રેલરો બંધ કરવાની માંગ કરી હતી.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે વરસાદમાં રસ્તા તૂટી જવાના કારણે ચાલકો હેરાન થાય છે સાથે ડમ્પર અને ટેલરનો ચાલવાના કારણે લાખોને મુશ્કેલી પડી રહી છે. જોકે ગ્રામજનોના વિરોધ બાદ કલેકટર દ્વારા તપાસના આદેશો સોંપવામાં આવ્યા છે.


