વાવની ચતરપુરા માઇનોર કેનાલ છેલ્લા 3 વર્ષથી રીપેર થતી નથી ગંદકી નું સામ્રાજ્ય વધી ગયું

વાવની ચતરપુરા માઇનોર કેનાલ છેલ્લા 3 વર્ષથી રીપેર થતી નથી ગંદકી નું સામ્રાજ્ય વધી ગયું

અસારા ગામના જાગૃત ખેડૂત રબારી કુંવરા ભાઈ વેરસી ભાઈ એ મીડિયા સમક્ષ જણાવ્યા અનુસાર લાખો રૂપિયાના ખર્ચ થી નેસડા ડિસ્ટ્રી માંથી ચતરપુરા માઇનોર બનાવવામાં આવી છે. જે માઇનોર નું છેલ્લા 3 વર્ષે થી રિપેરીગ કામ થતું નથી. જેને લઈ ને માઇનોર માં ગંદકી નું સામ્રાજ્ય વધી ગયું છે જો કે ગામ લોકો ના જણાવ્યા અનુસાર કેનાલ ની સફાઈ કામ ચોપડે ઉધરી જાય છે.

હક્કીક્ત માં માઇનોર માં સફાઈ થતી નથી. એક તરફ કેનાલ તૂટેલી હાલત માં છે. બીજી તરફ માઇનોર માં ગંદકી નું સામ્રાજ્ય વધી ગયું છે. તેમ છતાં કેનાલમાં પાણી છોડતાં અસારા ગામના ખેડૂત રબારી માનાભાઈ કાળ ભાઈ ના 3 એકર જમીન માં વાવેલ જીરાના પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જોકે કેનાલ રિપેરીગ અને સફાઈ કામ બાબતે જવાબદાર તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં રીપેર થતી નથી કે સફાઈ થતી નથી એજન્સી ને મળવાનું કહેવામાં આવે છે. આ બને વચ્ચે ગામના ખેડૂતો પીસાઈ રહ્યા છે. રવિ સિઝન માં ભારે મુશ્કેલી ઓ ભોગવી રહ્યા છે.

subscriber

Related Articles