ડીસા કૉલેજમાં યુવા મતદાન મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

ડીસા કૉલેજમાં યુવા મતદાન મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

ડીસાની ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં યુવા મતદાન મહોત્સવ 2024 ની ઉજવણી કરવાની હોવાથી કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડૉ.મિતલ એન.વેકરીયાએ યુવા મતદાન મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત “મારો મત મારો અધિકાર” વિષય પર નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં કુલ 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સુંદર રજૂઆત કરી હતી.

કાર્યક્રમનો ઉદેશ લોકશાસનમાં, સામાન્ય રીતે ચૂંટણી વખતે મતદાનને લાગુ પાડવામાં આવે છે, જેથી ઓફિસ માટે ઉમેદવારોમાંથી એક મતદાતા કોઇ એકને પસંદ કરી શકે રાજકારણમાં મતદાન એક પદ્ધતિ છે, જેના દ્વારા લોકશાહીના મતદાતા તેમની સરકારમાં પોતાનો પ્રતિનિધિ નિયુક્ત કરે છે. ચુંટણીમાં મત આપવો એક વ્યક્તિગત કાર્ય છે, જેનાથી તે કે તેણીની એક ચોક્કસ સભ્ય, સભ્યોની ચૂંટણી કે એક રાજકીય પક્ષના એક ચોક્કસ પ્રસ્તાવને પસંદ કરે છે. આ કાર્યક્રમમાં ડૉ. તૃપ્તિ સી. પટેલ અને પ્રો. દિવ્યા જી. પિલ્લઇએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં કમિટીના સભ્યો સાથે NSS સ્વયંસેવકો જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેલ વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

subscriber

Related Articles