મહેસાણા જિલ્લાનું વડનગર જે આજે વિશ્વ ધરોહરમાં નામના પામયૂ છે. વડનગરની તસ્વીર બદલવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ભરપૂર પ્રયાસો કરી રહી છે અને વડનગરનો કાયા પલટ કરી શહેરને ઉચ્ચ સ્તરીય સુવિધાઓથી સજ્જ બનાવવાના પ્રૌતનો હાથ ધર્યા છે. વડનગરમાં મહેસાણા જીલાની સૌથી શ્રેષ્ઠ સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવેલી છે. પરંતુ ઘણા લાંબા સમયથી સિવિલ હોસ્પિટલ કોઈમે કોઈ બાબતમાં ચર્ચાનો વિષય બનતી જાય છે.
એસીબી ગુજરાતની ટીમે લાંચ લેતા અધિકારીઓ સામે લાલ આંખ કરી છે જે છાશવારે આવા લાલચી અધિકારીઓ અને કર્મચારીઓને પકડી કાયદાનો પાઠ ભણાવે છે. મહેસાણા જિલ્લાના વડનગર GMERS જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિત પટેલ દ્વારા કોન્ટ્રાક્ટની ગાડીનું બિલ મંજૂર કરવા માટે વીસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે અનુસાંધાને મહેસાણા જિલ્લામાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાતા જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ લાંચિયા અધિકારી બીજા કોઈ નહીં પરંતુ વડનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.હર્ષિત પટેલ છે, જેને મહેસાણા ACB દ્વારા લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે.
લંચ લેતા રંગે હાથ ઝડપાયેલા ડૉ.હર્ષિત પટેલની વાત વાયુવેગે પ્રસરી જતા ઘટના અનુસાર, મહેસાણા જિલ્લાના વડનગર GMERS જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિત પટેલ રૂપિયા 20000 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. ડૉ. હર્ષિત પટેલે કોન્ટ્રાક્ટની ગાડીનું બિલ મંજૂર કરવા માટે વીસ હજાર રૂપિયાની માંગણી કરી હતી. મહેસાણા ACB દ્વારા છટકું ગોઠવીને ડૉ. હર્ષિત પટેલને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતા. મહેસાણા ACBની સફળ ટ્રેપથી સમગ્ર બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.

