બસુ ગામે બંધ મકાન ને નિશાન બનાવી રોકડ રૂપિયા ૭ લાખની ચોરી કરનાર ભાડિયાત ની અટકાયત, મુંબઈ રહેતા મકાન માલિકે બે પૈકી એક મકાન ભાડે આપ્યું હતું. છાપી પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો: વડગામ તાલુકાના બસુ ગામે આવેલ એક મકાનમાં દશ દિવસ પૂર્વે મકાનનું તાળું તોડી કબાટમાં પડેલ રોકડ રૂપિયા ૭ લાખ પાંચ હજારની ચોરી થતા મકાન માલિકે મંગળવારે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગણતરીના સમયમાં ચોરીનો ભેદ ઉકેલી ભાડિયાતની અટકાયત કરી મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ વડગામ તાલુકાના બસુ ગામના વતની અને વ્યવસાય અર્થે મુંબઈ રહેતા અબ્બાસભાઈ અલાઉદ્દીન મલપુરાના બે મકાન બસુ ગામે આવેલ હતા.જેમાં મકાન ની દેખરેખ રહે તે હેતુ થી ગામ નાજ એક ઇસમ ને એક મકાન ભાડે આપ્યું હતું.જોકે ગત તારીખ ૯ જાન્યુઆરી ના રોજ બંધ મકાન નું તાળું તોડી મકાન ના કબાટમાં રહેલ રોકડ રૂપિયા ૭ લાખ પાંચ હજાર કોઈ અજાણ્યા ઇસમ દ્રારા ચોરી જતા મુંબઈ રહેતા મકાન માલિક વતન આવી છાપી પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે છાપી પીઆઇ હીનાબેન વાઘેલા, ઉદેશીંહ તેમજ સુરેશભાઈ દ્રારા તપાસ હાથ ધરી એફએસએલ ની મદદ થી શક જતા મકાન ના ભાડિયાત માજીદ મહમદ કડીવાલ રહે.બસુ ની પૂછપરછ કરતા ચોરી નો ભેદ ઉકેલી આરોપી પાસે થી ૧, ૫૭ લાખ ની રિકવર કરી ચોરી કરનાર ની અટકાયત કરી હતી.