પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી મૃતકની ઓળખ હાથ ધરી; પાલનપુરથી આબુરોડ જતી રેલવે લાઈન પર માન સરોવર ફાટકથી આગળ સવારના સમયે એક અજાણ્યા ઈસમે કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકીને જીવન લીલા સંકેલી દીધી હતી. બનાવના પગલે દોડી આવેલી પોલીસે લાશને પીએમ અર્થે મોકલી આપી અજાણ્યા મૃતકની ઓળખ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જે વચ્ચે પાલનપુરમાં વધુ એક આવો બનાવ સામે આવ્યો છે. જેમાં શુક્રવારના સવારના સમયે માન સરોવર ફાટકથી આબુરોડ તરફથી જતી રેલવે ટ્રેક પર એક અજાણ્યા ઈસમે ટ્રેન નીચે ઝંપલાવતાં તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં શહેર પૂર્વ પોલીસની ટીમ દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી અજાણ્યા મૃતકની ઓળખ વિધિ કરવાની સાથે આપઘાતનું પગલું ક્યા કારણોસર ભર્યું? તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી.