સવારે 5.30 કલાકે ઉમિયા માતાજી ચોકથી ઉપડશે; ઊંઝા એસટી બસ ડેપો દ્વારા આજથી ઉમિયા માતા સાળંગપુર નવિન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે એસટી બસ સવારે 5.30 કલાકે ઉમિયા માતાજીથી ઉપડશે અને 11.30 કલાકે સાળંગપુર પહોંચશે.
ઊંઝા એસટી બસ ડેપો દ્વારા શરૂ કરાયેલ નવિન એસટી બસ ઉમિયા માતા થી સાળંગપુરનો પ્રારંભ ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ અને વિભાગીય નિયામક વાય કે પટેલ દ્રારા કરવામાં આવ્યો હતો જેમાં ઊંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ અને ઊંઝા એસટી ડેપો મેનેજર હેતલબેન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ડેપો એટીઆઈ શિવરામભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા થી સવારે 5;30 કલાકે એસટી બસ ઉપડશે જે મહેસાણા, અડાલજ સરખેજ બાવળા ધંધુકા બરવાળા થઈ સાળંગપુર પહોચશે.

