ઊંઝા એસપીજી ગૃપ દ્વારા આવેદનપત્ર આપ્યું: અમરેલી જિલ્લામાં લેટરકાંડમાં પાટીદાર સમાજની કુંવારી દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. જે મુદ્દે આજે ઊંઝા સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા ઊંઝા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં સ્થાનિક લેવલે રાજકીય બાબતે અંદરો અંદર ડખાને કારણે ગ્રુપમાં લેટર કાંડ થયેલ છે. જે પૈકી પાટીદાર સમાજની એક દિકરી ઓપરેટર તરીકે ફરજ બજાવતી હતી. અને પોતાના માલિકના કહેવા પ્રમાણે ટાઇપ કરતી હતી.
જેઓને કોઈને બદનામ કરવાનો ઇરાદો ન હોય, પરતું પોતાના માલિકે કહ્યું તે પ્રમાણે ટાઇપ કરી આપ્યું છતા પણ અમરેલી ભાજપના આગેવાનો દ્વારા આ કુંવારી દીકરી છે. તે જોયા વગર ખોટી રીતે ગુનેગાર બનાવી અને પોલીસે રાત્રે 12 કલાકે દિકરીને ઘરેથી ધરપકડ કરી અમેરલી શહેરના મુખ્ય રસ્તા ઉપર સરઘસ કાઢીને આ રાજકીય આગેવાને પોતાના અહમ સંતોષવા આવા કૃત્ય કરી રહ્યા છે. જ્યારે આજ અમરેલી જિલ્લામાં ઘણી વખત ગુનાહિત ગેરકાયદેસર પ્રવૃતિઓમાં પકડાયેલા આરોપીઓની પોલીસે ક્યારેય પણ આ પ્રકારનું સરઘસ કાઢેલ નથી. બંધારણીય જોગવાઇ અને કોર્ટના નિયમો મુજબ એક મહિલા ગુનેગાર હોય તો તેનું સરઘસ અને ફોટો વાઈરલ ના કરવા જોઈએ. આ દિકરીના ન્યાય માટે સરકારમાં રજૂઆત કરી અને બિનઅધિકૃત રીતે સરઘસ કઢાવનાર અધિકારીઓ સામે કડક તપાસ કરી યોગ્ય પગલા ભરવા માંગ કરાઇ છે.