છેલ્લા ત્રણ વર્ષ થી ઉભી થયેલી સમસ્યાને લઈને વિસ્તારના રહીશો પરેશાન; પાટણ નગરપાલિકાના સતાધીશો શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ નિવડ્યા હોય તેવી પ્રતિતિ દિન બ દિન શહેરીજનો મહેસુસ કરી રહ્યા છે. ત્યારે પાલિકા પ્રમુખ ના વોડૅ વિસ્તાર માંજ છેલ્લા ત્રણ વર્ષથી ભુગર્ભ ગટરના ગદા પાણી ઉઘરાવવાની સમસ્યા સજૉઈ હોવા છતાં પણ પાલિકા પ્રમુખ પોતાના વોર્ડમાં જ તેનું સુખદ નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહેતા સ્થાનિક લોકોએ પાટણ શહેરના અન્ય વિસ્તારની શું પરિસ્થિતિ હશે તેવા પ્રશ્નાર્થ કરી રહ્યા છે.
પાલિકા પ્રમુખ ના વોર્ડ વિસ્તારમાં જ ભૂગર્ભ ના ગંદા પાણી ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવવાની ની ભીતિ સેવાઈ રહી છે. આ વિસ્તારની ભૂગર્ભ ગટરની ઉભરાવવાની સમસ્યા બાબતે રોષ વ્યક્ત કરતાં રહીશોએ જણાવ્યું હતું કે આ પાંચ સોસાયટી વિસ્તારની આગળ બનાવવમાં આવેલ પાર્થ એલીગન્સ સોસાયટીના બિલ્ડર દ્વારા નગર પાલિકાની જૂની ભૂગર્ભ ગટર લાઈન ગેરકાયદેસર રીતે બ્લોક કરી દેવાના કારણે આજુબાજુ ની પાંચ સોસાયટીઓના રહીશોને ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાં રહેવા મજબૂર બનવું પડ્યું છે. આ બાબતે પાલિકા ના ચિફ ઓફિસર ને અગાઉ ભૂગર્ભ ગટર લાઈન બિલ્ડર દ્વારા બ્લોક કરવામાં આવતી હોવાના CCTV ફૂટેજ સાથે એક અરજી પણ આપવામાં આવી હતી છતાં પાલિકા દ્વારા આજ દિન સુધી આ બિલ્ડર સામે કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી, જો કોઈ વ્યક્તિ દ્વારા સરકારી મિલ્કતને ગેરકાયદેસર નુકશાન પહોંચાડી મનસ્વી વર્તન કરતું હોય છતાં પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી જેને લઈને લોકોમાં અનેક તર્ક વિતર્ક સાથે પ્રશ્નો ઉભા થયા છે. રહીશોએ મીડિયા સમક્ષ વ્યક્ત કરી મિડિયા ની હાજરીમાં જ આ કાંટાળી બાવળ ને દૂર કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો.
તો આ અંગે ઉપરોક્ત સોસાયટી ના બિલ્ડરે ટેલિફોનિક વાતચીત દ્ધારા જણાવ્યું હતું કે પોતાની માલિકીની 20ફૂટ માર્જિનની છોડેલી જગ્યામાં તેઓએ કાંટાળી બાવળ મૂકીને રસ્તો બ્લોક કર્યો હોવાનું જણાવ્યું હતું અને નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ની નવી નાખેલી પાઇપલાઇનમાં તેઓ દ્વારા પોતાના ખર્ચે જ જોડાણ કર્યું હોવાનું જણાવી આગળની પાંચ સોસાયટીઓના રહીશો ને પણ પાલિકા દ્વારા પોતાના સ્વખર્ચે જોડાણ કરવાનું જણાવ્યું હોવા છતાં પણ તેઓ દ્વારા જોડાણ ન કરાતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાવ્યું હતું.