સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3 અંતર્ગત તમામ એઈજ ગ્રુપના ભાઈઓ અને બહેનો માટે મધ્ય ઝોનકક્ષા બાસ્કેટબોલ સ્પર્ધા સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓએ ભાગ લેનાર ખેલાડીઓની સ્પર્ધાને નિહાળી ખેલાડીઓની રમત દરમિયાન ઉત્સુકતા વધારી હતી. મધ્ય ઝોનકક્ષા બાસ્કેટબોલ સ્પર્ધામાં મધ્ય ઝોન લેવલે 08 ટીમએ ભાગ લીધો હતો. તેમજ પોતાની રમત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. જેમાં અમદાવાદ સીટી ટીમ પ્રથમ ક્રમાંકે અને બનાસકાંઠા ટીમ દ્વિતીય ક્રમાંકે પ્રાપ્ત કર્યો હતો. આ બંને ટીમો હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. આ કાર્યક્રમમાં રમત ગમત અધિકારી, જિલ્લા રમત વિકાસ અધિકારી સહિત વિવિધ મહાનુભાવો અને રમીતવોરો ઉપસ્થિત રહ્યા હતા.

- February 18, 2025
0
562
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next