મણના એવરેજ ભાવ રૂ 1400 સુધીનાં જૉવા મળ્યા; ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક કપાસની 8 ગાડી આવક જોવા મળી છે. જેમાં મણના સરેરાશ ભાવ રૂપિયા 1400 સુધીનાં જોવા મળ્યા હતા. યોજાયેલ કપાસનો ઊંચો ભાવ રૂપિયા 1514 અને નીચો ભાવ રૂપિયા 1011 સુધીનો જોવા મળ્યો હતો. ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજી યોજાઈ હતી. જેમાં નીચો ભાવ રૂપિયા 1011તેમજ ઊંચો ભાવ રૂપિયા 1514 પડયો હતો. ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવકો આવી રહી છે. જેમાં ખેડૂતો પોતાનો માલ લઈ વેચાણઅર્થે આવ્યા હતા. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસનો પોષણશ્રમ ભાવ મળતાં ખેડૂતો પોતાનો કપાસનો માલ લઈ અહી વેચાણ અર્થ આવે છે. એવરેજ કપાસના ભાવ રૂ 1400 સુધીના જૉવા મળ્યાં હતા.
ઉનાવા ગંજબજારમાં એરંડાની દૈનિક આવક 194 બોરી ભાવ મણે રૂપિયા 1268 થી 1274 સુધીના જોવા મળ્યા હતા. એરંડા મહેસાણા જિલ્લામાંથી આવે છે. આ ઊપરાંત રાયડો દૈનિક બોરી 592 જોવા મળી રહી છેજ્યારે મણે ભાવ રૂપિયા 1011 થી 1152 જોવા મળ્યા હતા. જેમ જેમ આવકો વધશે તેમ ભોજનાલય શરૂ કરવામાં આવેશે તેમ ઉનાવા એપીએમસીના સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.