ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓની ‘હોકી ગુજરાત’ ની ટીમમાં પસંદગી

ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓની ‘હોકી ગુજરાત’ ની ટીમમાં પસંદગી

હોકી ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓની ગુજરાત રાજ્યની ટીમ ‘હોકી ગુજરાત’ માં પસંદગી થતા શાળા અને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધ્યું છે. હોકી ઈન્ડિયા દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાની હોકી સ્પર્ધાઓનું આયોજન કરે છે. આ વર્ષે ૧૫ મી હોકી ઈન્ડિયા સબ જુનિયર વુમન નેશનલ ચેમ્પિયનશિપ રાંચી (ઝારખંડ) ખાતે અને ૧૫ મી હોકી ઈન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ જલંધર (પંજાબ) ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ હાઈસ્કૂલ, ડીસાના બે ખેલાડીઓ પરખડીયા દિપાલી જસવંતજી અને રાઠોડ મહેન્દ્રકુમાર જીતાજીની રાજ્યની ટીમ ‘હોકી ગુજરાત’માં પસંદગી થઈ છે. આ સિદ્ધિ બદલ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ટી.જે. પટેલ, ટ્રસ્ટી દિવ્યભાઈ પરાગભાઈ પટેલ, અન્ય ટ્રસ્ટીઓ અને શાળા પરિવારે બંને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. શાળા પરિવારે આશા વ્યક્ત કરી હતી કે આ બંને ખેલાડીઓ ભવિષ્યમાં શાળા, ડીસા શહેર અને બનાસકાંઠા જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *