108 મારફત સારવાર અર્થે ખસેડાયા: સમગ્ર રાજ્યમાં ઉતરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે જો કે ખુશીનો આ ઉત્સવ અનેક લોકો અને પક્ષીઓ માટે પીડાદાયક બનતો હોય છે.કેમ કે ઘાતક એવી ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ વેચાતી હોય છે. જેના કારણે અબોલ પક્ષી સાથે માનવ જીવન માટે પણ આ ચાઈનીઝ દોરી ખુબજ જોખમી પુરવાર થતી હોય છે ત્યારે ડીસામાં પણ ચાઈનીઝ દોરીના કારણે બે લોકોને ગળાના ભાગે ઈજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉતરાયણના દીવસે બપોરના સુમારે રિલાયન્સ પમ્પ નજીક થઈ પસાર થતા બે બાઈક સવાર યુવકોને ચાઈનીઝ દોરી વાગતા ગળાના ભાગે ગમ્ભીર ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર અર્થે 108 મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

- January 16, 2025
0 43 Less than a minute
You can share this post!
editor