ભાભરના કુવાળા મીઠા ગામ પાસે ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

ભાભરના કુવાળા મીઠા ગામ પાસે ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

ગાંજા સહિત કુલ રૂ. ૩૮,૪૩૦નો મુદ્દામાલ કબજે કરાયો; ભાભર પોલીસે બાતમી આધારે બાઈક સવાર બે ઇસમોને માદક પદાર્થ ગાંજા સાથે પકડી પાડી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાભર પોલીસે બાતમીને હકીકત આધારે કુવાળા મીઠા ગામ નજીકથી એક બાઇક ચાલકની તપાસ કરતાં તેની પાસે માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. એન.ડી.પી.એકટ મુજબ સરકારી પંચોને સાથે રાખીને મોટરસાયકલ ચાલક પ્રિયંક ઈશ્વરભાઈ રાવળ રહે. કુવાળા, તા.ભાભર તેના કબજા માંથી ૪૩ ગ્રામ ગાંજો મળી આવેલ જેની કિંમત રૂપિયા ૪૩૦ તેમજ તેની સાથે રહેલ અન્ય એક ઈસમ કંથુભા સાતુભા વાઘેલા રહે. ઉબરી, તા.કાકરેજ તેમજ ત્રીજો આરોપી નાગજી કમસીભાઈ રહે.લુદરા, તા.દિયોદર એમ કુલ ત્રણ ઈસમો સામે ગુન્હો નોંધી ગાંજા સહિત કુલ રૂ. ૩૮,૪૩૦નો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓને જેલ હવાલે કરી ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *