અકસ્માત સર્જી કાર ચાલક ફરાર; આજ રોજ શિહોરી -પાટણ હાઈવે રોડ પર ઊંબરી નજીક વેગેનાર કાર ચાલકે બાઈકને અડફેટમાં લેતાં બાઇક (નંબર જીજે.૦૮.સીપી.૮૦૧૧) ના ચાલક અને પાછળ બેસનાર વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ વેગેનાર કાર (નંબર જીજે.૦૨.બીડી.૭૮૩૨) નો ચાલક કાર મુકીને ભાગી ગયો હતો. બાઈક ડીસા તાલુકાના સમૌ ગામના રણજીત રતિલાલ રાઠોડ (ઉંમર આશરે ૨૫ વર્ષ) અને દીપાજી ધારસીજી ઠાકોર (ઉંમર આશરે ૨૨ વર્ષ બન્ને રહે.સમૌ તા. ડીસા) લઈને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત કરી અજાણ્યો કાર ચાલક નાસી ગયો હતો.બન્ને ઇજાગ્રસ્તોને શિહોરી રેફરલ હોસ્પીટલમા સારવાર બાદ વધુ સારવાર અર્થે ખાતે પાટણ ખસેડવામા આવ્યા હતા.અકસ્માત થતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
- May 21, 2025
0
437
Less than a minute
Tags:
- Abandoned Vehicle
- Accident Scene
- Car-Bike Accident
- Community Concern
- Disa Taluka Residents
- Driver Accountability
- Emergency Response
- Hit and Run
- Hospital Treatment
- Injury Report
- Law Enforcement Investigation
- Public Health Response
- Road Safety Awareness
- Shihori-Patan Highway
- Speeding Driver
- Traffic Safety
- Umbri Incident
- Witness Accounts
You can share this post!
editor

