સોનાના ભાવ વધીને ૯૮,૮૦૦ રૂ. થયાઃ ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ભાવવધારો થતા ભાવ ૯૯,૦૦૦ રૂા.ની સપાટીએ : સોના-ચાદીમાં ભાવો ઘટયા બાદ આજે ફરી તેજી જોવા મળી હતી. સોનામાં ૧૩૦૦ અને ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧૩૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ગઇકાલે રાત્રે ૯૭,પ૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૯૮,૮૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં ૧૩,૦૦૦ રૂપીયાનો ઉછાળો થતા સોનાના બિસ્કીટ ૧૦૦ ગ્રામનો ભાવ ૯,૭પ,૦૦૦ રૂા. હતા તે વધીને ૯,૮૮,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ જોવા મળ્યો હતો. ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ભાવવધારા થતા ચાંદી ચોરસા (૧ કિલો) ના ભાવ ૯૮૦૦૦રૂા. હતા તે વધીને ૯૯,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
- May 21, 2025
0
619
Less than a minute
You can share this post!
editor

