ભાભર રેલ્વે ફાટક પાસે બે બાઈકો સામ સામે ટકરાતાં એકનું મોત ત્રણ ઘાયલ થતાં અરેરાટી

ભાભર રેલ્વે ફાટક પાસે બે બાઈકો સામ સામે ટકરાતાં એકનું મોત ત્રણ ઘાયલ થતાં અરેરાટી

ભાભર થી તેરવાડા પશુઆહાર ની બાઈક પર બોરી લઈને જતા યુવાન ને અકસ્માત નડયો; ભાભર નજીક રવિવારે બપોરે રેલ્વે ફાટક પાસે બે બાઈકો સામ સામે ટકરાતાં એકનું મોત અને ત્રણ વ્યક્તિઓને નાના મોટી ઈજાગ્રસ્ત જેમાં બે ને વધુ ઈજાઓ હોવાથી રિફર કરવામાં આવ્યા છે. ભાભર માં અકસ્માત થી ઘટનાથી અરેરાટી પ્રસરી ગઇ હતી.

જાણવા મળતી વિગત મુજબ તેરવાડા ગામના રાહુલ જયંતિજી ઠાકોર પોતાના નું બાઈક લઈને ભાભર પશુ આહાર ની બોરી બાઈક ઉપર રાખી પરત તેરવાડા જતાં હતાં. ત્યારે ભાભર રેલ્વે ફાટક નજીક સામે પુરપાટ ઝડપે બાઇક પર આવી રહેલા તેરવાડા ગામના પંકજ જયંતિભાઈ ઠાકોર, તેમની સાથે સવાર રાહુલ રામાભાઈ ઠાકોર અને વિષ્ણુ પ્રહલાદભાઈ ઠાકોર સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા બન્ને બાઈકો ધડાકા ભેર સામ સામે ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે લોકો દોડી આવી ૧૦૮ વાન ને બોલાવી ભાભર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બાઈક સવારનું મોત થયું હતું. જ્યારે બે ઘાયલ થતાં રિફર કરવામાં આવ્યા હતા. ભાભર પોલીસની જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર પ્રમોદભાઈ એ જણાવ્યું હતું.

રાહુલ જયંતિજી ઠાકોર રહે તેરવાડા જેઓ નું મોત થયેલ છે તેમજ અન્ય

(૧) પંકજ જયંતિભાઈ ઠાકોર રહે તેરવાડા

(૨) રાહુલ રામાભાઈ ઠાકોર રહે જાસનવાડા

(૩) વિષ્ણુ પ્રહલાદભાઈ ઠાકોર રહે ગરામડી  જેઓ ઘાયલ થયેલ છે જેમાં થી બે જણ ને આગળ રિફર કરવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *