જિલ્લામાં લગ્નની પુર બહાર મોસમ ખીલી છે ત્યારે યુદ્ધ અને કમોસમી વરસાદના કારણે લોકોના જીવ અધ્ધર હતા
વાવાઝોડા સાથેનો કમોસમી વરસાદ અને યુધ્ધ નો માહોલ શાંત થાય તેવી પ્રજાજનો પ્રાર્થના કરી રહ્યા છે; સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા વાસીઓને એક સાથે બે મોટી આફતોનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ આ બંને આફતો માંથી રાહત મળી રહેતા હાશકારો અનુભવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અને કેટલીક અન્ય સિસ્ટમો ને પગલે હવામાનમાં મોટો ફેરફાર આવતા ભર ઉનાળે સમગ્ર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ખેતી ના પાકો સહિત માલમત્તા ને પણ નુકસાન થવા પામ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નની પુર બહાર મોસમ ખીલી છે તેવા સમયે ભારે પવન અને વરસાદના કારણે લગ્ન પ્રસંગોમાં પણ વિધ્ન ઊભું થયું હતું અનેક સ્થળો પર લગ્નના મંડપ પણ ભારે પવનના કારણે ઉડી ગયા હતા. આ ઉપરાંત ભારત પાકિસ્તાનની વણસેલી પરીસ્થીતી માં યુધ્ધ નો માહોલ સર્જાયો હતો જેના કારણે સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં પ્રજાજનોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. પરંતુ શનિવારની સાંજે યુદ્ધ વિરામની સંમતિ સંધાતા ધીરે ધીરે સરહદી વિસ્તારમાં સ્થિતિ સામાન્ય થવા જઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદનું જોર ધટવા ની આગાહી કરી છે માત્ર છુટા છવાયા સ્થળો ઉપર જ સામાન્ય વરસાદ થઈ શકે છે બાકીના તમામ મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતાઓ બહુ ઓછી છે જેને લઈને બનાસકાંઠા જિલ્લા વાસીઓને યુદ્ધ અને કમોસમી વરસાદ ના રાહત ના સમાચાર મળતા હાશકારો અનુભવી રહ્યા છે.
આજ થી એટલે કે 12 મે થી વરસાદી વાતાવરણ માં સુધારો થશે; હવામાન વિભાગ દ્વારા 3 થી 11 મે દરમિયાન છુટાછવાયા સ્થળો પર પવન સાથે વરસાદની આગાહી કરી હતી તે મુજબ નું હવામાન જોવા મળી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા 12 મે થી ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા માં કેટલાક ભાગોમાં વાતાવરણમાં સુધારો આવશે અને ફરી એકવાર ગરમીનો માહોલ જોવા મળી શકશે જોકે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત કેટલાક ભાગોમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા રહેલી છે.
ભારત પાકિસ્તાન ના યુધ્ધ વિરામની ઘોષણા બાદ સરહદી વિસ્તારનું જનજીવન સામાન્ય થવા લાગ્યું; ભારત પાકિસ્તાનની વણશેલી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધનો માહોલ સર્જાયો હતો પરંતુ એકાએક શનિવારની સાંજે બંને દેશો દ્વારા યુદ્ધની ઘોષણા કરવામાં આવતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો અને ત્યારબાદ સરહદી વિસ્તારમાં ધીરે ધીરે જનજીવન સામાન્ય થવા લાગ્યું છે જોકે હજુ પણ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામની ઘોષણા વચ્ચે ક્યાંક છમકલાં કરી રહ્યુ છે.
કમોસમી વરસાદ બાદ બે દિવસમાં તાપમાન મુ સાડાત્રણ ડીગ્રી નો વધારો થયો; બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાતાવરણના પલટાના કારણે ગરમીમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ કમોસમી વરસાદ બાદ ફરી એકવાર ભારે ઉકળાટ અને બફારા નું પ્રમાણ જોવા મળી રહ્યું છે તેની સાથે ગરમીનો પારો પણ બે દિવસમાં સાડાત્રણ ડિગ્રી જેટલો વધારો થતા પ્રજાજનોને ફરી એકવાર આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી પ્રજાજનો પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે.