નેનાવા પાસે બસ ચાલકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં ટ્રિપલ અકસ્માત

નેનાવા પાસે બસ ચાલકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં ટ્રિપલ અકસ્માત

બસની ટક્કરથી ટ્રેકટર ગટરમાં ખાબક્યુ, અન્ય બાઈક ચાલક પણ બસની પાછળ અથડાયો

કોઈ જાનહાની નહિ, તમામનો અદભુત બચાવ, બસ ચાલકને વધુ સારવાર માટે ખસેડાયો; ધાનેરા તાલુકાના નેનાવા ત્રણ રસ્તા પાસે ગઈકાલે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. થરાદથી ધાનેરા તરફ ૪૦ મુસાફરો ભરીને આવતી એસટી બસના ચાલકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ આગળ જતા ટ્રેકટર સાથે ટકરાયું હતું. આથી ટ્રેક્ટર માર્ગની બાજુ આવેલા ગટરમાં ખાબક્યુ હતું. આ અકસ્માત દરમિયાન, બસ ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતા બાઈક ચાલક પણ બસ સાથે ભટકાયો હતો. અકસ્માતમાં ટ્રેકટર ચાલક અને બાઈક ચાલકને ઇજાઓ થતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ ચાલકને દુખાવો તીવ્ર લાગતાં વધુ સારવાર માટે ૧૦૮ દ્વારા ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો છે. સદનસીબે બસમાં બેઠેલા તમામ મુસાફરો સંપૂર્ણપણે સલામત હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, આ ગટર અગાઉ પણ અનેક વખત અકસ્માતોનું કારણ બની છે અને તંત્ર તરફથી તેનું યોગ્ય નિરાકરણ આજ સુધી મળ્યું નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *