પાકિસ્તાન મુરદાબાદના નારા ગુંજી ઉઠ્યા; જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આંતકી હુમલામાં 28 પ્રવાસીઓ ના મોતથી સમગ્ર દેશમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે પાલનપુરના રાષ્ટ્રવાદી યુવાનો દ્વારા શહેરના રામલીલા મેદાન ખાતે આંતકીઓ ને ફાંસીને માંચડે લટકાવી તેમના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કરાયો હતો.
જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓની ઘાતકી હત્યાને પગલે સમગ્ર દેશ વાસીઓ હચમચી ઉઠ્યા છે. ત્યારે પાલનપુર ખાતે પણ રાષ્ટ્ર વાદી યુવાનો દ્વારા શહેરના રામલીલા મેદાન ખાતે આશ્ચર્ય જનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં આંતકવાદના પૂતળા ને ફાંસીના માંચડે લટકાવ્યા બાદ આંતકીઓના પૂતળાનું દહન કરાયું હતું. આ પ્રસંગે પાકિસ્તાન મુરદાબાદ સહિત પાકિસ્તાન વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચારના નારા ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે યુવા અગ્રણી ડો.રવિ સોનીએ નિહથ્થા લોકોની હત્યાને આંતકીઓનું કાયરાના હરકત ગણાવી હતી. તેઓએ આ હુમલાને વખોડી કાઢી હતી. જ્યારે એડવોકેટ મનોજ ઉપાધ્યાયએ લોક લાગણી ને માન આપી સરકાર અને આર્મી એ પાકિસ્તાનનો સફાયો કરવાની માંગ કરી હતી. આ કાર્યક્રમમાં ભાજપ અગ્રણી દિનેશ પંચાલ, કોંગ્રેસ અગ્રણી ભાવેશ રાવલ, શિવ સેના અગ્રણી કમલેશ મહેતા, જયંતિલાલ પઢીયાર, જીગ્નેશ પરમાર સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.