ડીસાના જેરડા થી આગળ ભાચરવા નજીક ત્રીપલ અકસ્માત સર્જાતા ત્રણ ટ્રકોમાં આગ લાગતા ત્રણેય ટ્રકો બળીને ખાખ થઈ ગયા હતા. જેમાં એક ટ્રક ડ્રાઇવર દેવારામ જણાવ્યા હતું ગાંધીધામ થી તેલના ડબા ભરી રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો જ્યાં સામેથી ઓવરટેકમાં લાકડા ભરેલ ટ્રક સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં હું મારો જીવ બચાવી બહાર નીકળી ગયો હતો અને પાછળથી આવી રહેલ ટ્રક પણ ધડાકા ભેર પાછળથી ટક્કર મારતા એ પણ આગમાં લપેટાઈ ગઈ હતી તેમજ જેથી આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો જેમાં બે ટ્રક ડાઈવરોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ડીસા ખાતે ખસેડાયા હતા. તેમજ આ ઘટનાની જાણ થતા ડિવાએસપી ડીસા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ ગ્રામીણ સર્કલ ઓફિસર તાત્કાલિક સ્ટાફ અને ચાર ફાયર તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી ખુબજ જહેમત બાદ આગને કાબુમાં મેળવી હતી તેમજ ત્રણથી ચાર કલાક સુધી હાઇવે રોડ બ્લોક રહ્યો હતો.
કિલોમીટર દૂર સુધી ધુમાડા દેખાયા; આ અકસ્માતમાં લાકડા ભરેલું ટ્રેલર, તેલના ડબ્બા ભરેલી ટ્રક અને ઓઈલ ભરેલું ટેન્કર અથડાતા ત્રણેય વાહનોમાં આગ લાગી ગઈ હતી. આ આગ એટલી ભયંકર હતી કે ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને કારણે હાઈવે પરનો વાહનવ્યવહાર પાંચ કલાક સુધી ઠપ્પ થઈ ગયો હતો. બાદમાં, વિઠોદરથી ખીમંત રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ, ક્રેનની મદદથી વાહનોને ખસેડીને હાઈવે પરનો વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે ઝેરડાથી રાજસ્થાનના મંડાર તરફ જતો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં મદદ કરી હતી..