અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 પોલીસ કર્મચારીઓની બદલી

અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 પોલીસ કર્મચારીઓની બદલી

દિવાળી બાદ ફરીથી બદલીની મોસમ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં 13 વહીવટદારોની એકાએક બદલીથી હડકંપ મચી ગયો છે. અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 પોલીસ કર્મચારીઓની બદલી કરવાના આદેશ વહીવટી એડીજીપી ખુરશીદ અહેમદે આપ્યા છે. લાંબા સમયથી વહીવટ કરતા પોલીસ કર્મીઓની અન્ય જીલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસના નાક નીચે ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમધમી રહી હોય છે ત્યાં સાદા કપડામાં ફરજ બજાવતા વહીવટદારો ઘણી વખત પોલીસ ઈન્સપેક્ટરને રૂપિયા કમાવી આપતા હોય છે. તેઓ પોલીસની સેવા, સારસંભાળનું કામકાજ કરતા હોય છે. શહેરમાં 7 ઝોનમાં 45થી વધુ પોલીસ સ્ટેશન આવ્યા હોવા છતાં માત્ર 13 વહીવટદારોની શા માટે બદલી કરાઈ તેવો ગણગણાટ પોલીસબેડામાં થઈ રહ્યો છે. વહીવટ ઘણા કર્મીઓ કરતા હશે તો બાકીનાની કેમ બદલી કરવામાં આવી નથી? ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીનું ધ્યાન રાખનારાઓની જગ્યા યથાવત્ છે. ઉપરાંત 2 થી 3 પોલીસ કર્મીઓ તો વહીવટ પણ કરતા નથી છતા તેમની બદલી કી નખાતા વહીવટદારોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

subscriber

Related Articles