સીમલા ગેટ વિસ્તારના જાહેર ચોકમાં ગાયોના ટોળા અને રિક્ષાનો જમાવડો
ટ્રાફિકની વ્યવસ્થા સંભાળતા પોલીસ કર્મી ટી.આર.બી જવાન શોધ્યા જડતા ન હોવાની રાવ; પાલનપુર શહેર વિસ્તારમાં ટ્રાફિક ની સમસ્યા દિન પ્રતિ દિન વકરી રહી છે. ત્યારે શહેરના સીમલાગેટ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ભગવાન ભરોસે ચાલતી હોવાની રાવ ઉઠી છે.
શહેરમાં ટ્રાફિક સંચાલનની જવાબદારી ટ્રાફિક વિભાગની છે. ત્યારે કેટલાક ટ્રાફિક પોલીસ કર્મચારી તેમજ ટીઆરબી જવાન ટ્રાફિક સમયે ટ્રાફિક નું સંચાલન કરવા ડ્યુટી સમયે ટ્રાફિક પોઇન્ટ ઉપર હાજર હોતા ન હોવાની રાવ વચ્ચે રોડની વચ્ચોવચ રીક્ષા ચાલકો તેમજ અન્ય વાહન ચાલકો પોતાના વાહનો અડચણ રૂપી રાખી વધારાનું ટ્રાફિક કરતા હોય છે. તેમજ ટ્રાફિક સર્કલો ઉપર ગાયો ના ટોળા એકઠા થયા જોવા મળે છે. જેના કારણે જાહેર રસ્તા ઉપર થી પસાર થવામાં રાહદારીઓ અને વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ ભોગવી પડી રહી છે.
જેમાં શહેરના ભરચક વિસ્તાર સીમલા ગેટ મા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે. અહીં ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા પોલીસ કર્મી તેમજ ટીઆરબી જવાન શોધ્યા મળતા ન હોવાનું રાવ ઉઠી છે. સીમલા ગેટ વિસ્તારની આ તસ્વીર ટ્રાફિક વ્યવસ્થા બાબતે ઘણું બધું કહી જાય છે. શું પાલનપુર શહેર ની ટ્રાફિક વ્યવસ્થા ભગવાન ભરોસે ચાલી રહી છે? આ પ્રશ્ન શહેરના જાગૃત લોકોમાં ચર્ચા તો સાંભળવા મળી રહ્યો છે. શું જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા શહેરની ટ્રાફિક વ્યવસ્થા માં સુધારો લાવશે ખરા?